રાજકોટ શહેરમાં વિદેશી દારૂના અલગ અલગ ત્રણ દરોડામાં ક્રાઈમ બ્રાંચ, ભકિતનગર તથા પ્ર.નગર પોલીસે મળી કુલ ૧૩,૧૪,૯૧૦ની કિંમતનો ૨,૭૫૩ બોટલ દારૂનો જથ્થો પખડી પાડી ટ્રક, બોલેરો સહિત બે પીકઅપ વેન મળી ૩૧,૧૦,૪૫૦નો મુદ્દામાલ કબજે લીધો છે. ભકિતનગર પોલીસને મોંઘી બ્રાન્ડનો દારૂ હાથ લાગ્યો હતો.
બેડી ચોકડી પાસેથી ભગવતીપરા તરફ જતાં માર્ગ પર વિદેશી દારૂ ભરેલી બોલરો પીકઅપ વાન નીકળવાની હોવાની ક્રાઈમ બ્રાંચના એએસઆઈ બલભદ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ ઝાલા તથા કનકસિંહ સોલંકીને સંયુકત બાતમી મળી હતી. જે આધારે પીઆઈ બી.ટી.ગોહિલની રાહબરી હેઠળ વોચ ગોઠવાઈ હતી. ભગવતીપરા તરફ રોડ પર જીજે૩૬ટી ૪૭૮૫ નંબરની બોલેરો નીકળતા અટકાવવા પ્રયાસ કરાયો હતો.
જો કે, દારૂ ભરેલા વાહનો સાથે નીકળેલા ચાલકો પોલીસથી વધુ ચબરાક હોય તેમ મહત્તમ બનાવની માફક આ દરોડામાં પણ બોલેરોનો ચાલક પોલીસને થાપ આપીને નાસી છૂટયો હતો. બોલેરોની તલાસી લેતા અંદરથી અલગ અલગ બ્રાન્ડની ૧,૨૨૪ બોટલ વિદેશી દારૂ મળી આવતા ૮,૪૯,૬૦૦ રૂપિયાનો દારૂ, બોેલેરો મળી ૧૫,૪૯,૬૦૦નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. હવે બોલેરાો નંબર આધારે ચાલક કોણ? દારૂ કોનો? કયાંથી આવ્યો તે દિશામાં તપાસ થશે. મોરબી પાસિંગના આવા વાહન કદાચ અગાઉ પણ રાજકોટમાં હેરાફેરી કરી ચૂકયા હતા.
હત્પડકો ચોકડી પાસેથી ભકિતનગર પોલીસે ટ્રકમાંથી મોંઘેરો દારૂ પકડો ભકિતનગર પોલીસ મથકના પી.આઈ મયુરધ્વજસિંહ સરવૈયાની રાહબરી હેઠળ પી.એસ.આઇ એમ.એન.વસાવા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એએસઆઇ વાલાભાઈ ડાભીને મળેલી બાતમીના આધારે હત્પડકો ચોકડી પાસે સર્વિસ રોડની બાજુમાં એક શંકાસ્પદ ટ્રક નંબર જીજે ૩ બીડબ્લ્યુ ૮૫૧૯ ને અટકાવ્યો હતો. પોલીસે ટ્રકમાં તલાસી લેતા તેમાં સામાનની આડમાં છુપાવેલો રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી ૧૬૮ બોટલ કિંમત પિયા ૨.૫૨ લાખ અને અન્ય દાની ૬ બોટલો કિંમત પિયા ૯,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે રેલનગરના આર.કે પાર્ક શેરી નંબર ૪ માં રહેતા જયદીપ દીપકભાઈ લેહ(ઉ.વ ૨૯) ને ઝડપી લીધો હતો.દાનો આ જથ્થો ટ્રક અને મોબાઈલ સહિત કુલ પિયા ૧૦.૭૧ લાખનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલા શખસની પૂછતાછ કરતા હરિયાણાથી દાનો આ જથ્થો મંગાવ્યો હોવાનું માલુમ પડું હતું.
સિવિલ હોસ્પિ. ચોક પાસે પીકઅપ વાહનમાંથી ૩૫૫ બોટલ ઝડપાઇ પ્રધુમનનગર પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરીમાં પીએસઆઇ બી.વી. ચુડાસમા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઇ સી.એમ. ચાવડા અને તોફિકભાઈ જુણાચને મળેલી બાતમીના આધારે સિવિલ હોસ્પિટલ ચોક પાસેથી શંકાસ્પદ પીકઅપ વાહનને અટકાવ્યું હતું. પોલીસે તેમાં તલાસી લેતા ૩૫૫ બોટલ દાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દાના આ જથ્થા સાથે પ્રફુલ રવજીભાઈ બારૈયા (ઉ.વ ૩૨) અને દેવાંગ પુનાભાઈ પરમાર (ઉ.વ ૨૫ રહે. બંને રેલનગર મહારાણા પ્રતાપ ટાઉનશીપ) ને ઝડપી લીધા હતા. પોલીસે આ બંને શખ્સોની પૂછતાછ કરતા દાનો આ જથ્થો મહારાષ્ટ્ર્ર તરફથી લાવ્યાની કબુલાત આપી હતી અને અહીં આવી રેલનગરના સમર્પણ પાર્કમાં રહેતા ધર્મેશપુરી કેતનપુરી ગોસ્વામી અને જામનગર રોડ પર ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશ રાજેશભાઈ તાનીયાને પહોંચાડવાનો હોવાની કબુલાત આપતા પોલીસે દાનો જથ્થો બે મોબાઈલ અને વાહન સહિત ૪.૮૯ લાખનો મુદ્દામાલ કબજે કરી ધર્મેશપુરી અને જગદીશને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech