ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં લોહીની કમીને કારણે અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાય છે: શહેરના પ્રબુદ્ધ નાગરિક દ્વારા બનાવવામાં આવેલો ગાર્ડન ગ્રુપ દ્વારા બગીચે એક દિવસ વોકિંગ કરવાના બદલે રક્તદાન કરવાની અનોખી પહેલ શરૂ કરી છે
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખાતે ખંભાળિયા ખાતે જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલ આવેલી છે ત્યારે જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા સારવાર માટે આવી રહ્યા હોય અને તેમાં ખાસ કરીને જે રેગ્યુલર સારવાર લેતા થેલેસેમિયાના દર્દીઓ રેગ્યુલર લોહી બદલાવવાનું થતું હોય તેમજ જનરલ હોસ્પિટલ ખાતે પ્રસુતિ માટે આવતી મહિલાઓ તેમજ અકસ્માતે આવતા દર્દીઓ ને લોહીની ઇમરજન્સી જરૂર પડતી હોય અને છેલ્લા કેટલા સમયથી ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરમાં લોહીનું સ્ટોક નો હોવાને કારણે આવા અનેક દર્દીઓને ઈમરજન્સીમાં લોહી નથી મળતું ત્યારે દર્દીઓ તેમજ સગાવાહલાઓની સ્થિતિ કફોડી બનતી હોય છે.
ઘણીવાર તો લોહીની ઘટનાને કારણે દર્દીઓને અહીં અન્ય જિલ્લામાં જવાનો પણ વારો આવતો હોય છે તેમજ કેટલાક કિસ્સાઓમાં દર્દીઓના મોત પણ થયા આવવાનો પણ બનાવો પ્રકાશમાં આવ્યા છે ત્યારે ખંભાળિયા હોસ્પિટલમાં બ્લડ સ્ટોકમાં લોહી નહીવત હોવાને પરિસ્થિતિ ની કારણે ખંભાળિયા શહેરના પ્રબુદ્ધ તને જાગૃત નાગરિકો દ્વારા બનાવવામાં આવેલ ગાર્ડન ગ્રુપ દ્વારા આગામી તારીખ 26 ના રોજ સવારે વોકિંગ કરવાના બદલે રક્તદાન કરી આ અનોખી પહેલ કરવાનો આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય આયોજનમાં શહેરીજનોને બ્લડ ડોનેશન માટે ગાર્ડન ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે ગાર્ડન ગ્રુપના દ્વારા આવા કેમ્પો સમાઅંતરે થતા રહેશે તેમ જણાવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેરના વેપારીઓ ,ડોક્ટરો, સામાજિક કાર્યકરો, નોકરિયાત વર્ગ, પત્રકારો સહિત વિવિધ ક્ષેત્ર જોડાયેલા પ્રબુદ્ધ અને જાગૃત નાગરિક દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવાની નેમ સાથે ગાર્ડન ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં રામ જન્મોત્સવ, ધુળેટી, શહીત વિવિધ ધાર્મિક તેમજ સામાજીક અને સેવાકીય પ્રવુતિઓ પણ અત્રે કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech