રાજકોટ મહાનગરપાલિકામાં ટાઉન પ્લાનર સહિતની ખાલી પડેલી જગ્યાઓ માટે ગઇકાલે અમદાવાદ શહેરમાં ભરતી પરીક્ષા યોજાઇ હતી જેમાં કુલ ૬૬૯માંથી ૪૦૯એ પરીક્ષા આપી હતી અને ૨૬૦ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા.વિશેષમાં રાજકોટ મહાપાલિકાના મહેકમ અધિકારીએ ભરતી પરીક્ષા અંગેની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપી તેમજ ઇનહાઉસ પરિપત્ર કરી અરજીઓ ઓનલાઇન માધ્યમથી મંગાવવામાં આવેલ જેમાં (૧) મેનેજર(ઇન હાઉસ), ટાઉન પ્લાનર, વોર્ડ ઓફિસર (ઇન હાઉસ), ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ (ઇનહાઉસ)ની જગ્યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા ગઇકાલે રવિવારે અમદાવાદ શહેરનાં પરીક્ષા કેન્દ્ર ખાતે આયોજિત કરાઇ હતી જેમાં કુલ ૬૬૯ ઉમેદવારો નોંધાયેલ હતા જે પૈકી ૪૦૯ ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવી હતી અને ૨૬૦ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.ઉમેદવારોને પરીક્ષા સમયના એક કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણ વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવી હતી તેમજ પરીક્ષા ખંડમાં મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ, કેલ્ક્યુલેટર અને સ્માર્ટ વોચ સાથે લઇ જવા ઉપર મનાઇ ફરમાવાઇ હતી. ઉપરોક્ત ચારેય સંવર્ગની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે જેની સબંધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech