ભીમ અગિયારસ ખીલી : સૌરાષ્ટ્ર્રમાં જુગારના ૨૪ દરોડા ૧૫૧ જુગારી પકડાયા

  • June 07, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્રમાં ભીમ અગિયારસની પત્તાંપ્રેમીઓ દ્રારા જુગાર રમી ઉજવણી કરવામાં આવતી હોય તેમ પોલીસે ૨૪ સ્થળે દરોડા પાડી ૧૫૧ શખસોને જુગાર રમતા ઝડપી લઇ રોકડ, મોબાઈલ અને બાઈક મળી કુલ .૬,૮૭,૭૩૦નો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન ૧૮ શખ્સો નાસી જવામાં સફળ રહ્યા હતા.

ધોરાજીના ઝાંઝમેર ગામે વાડીમાં ચાલતું જુગારધામ ઝડપાયું
ધોરાજી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે, ઝાંઝમેર ગામની સીમમાં સૂર્યકાંત ઉર્ફે સુરેશ બાબુભાઇ વાછાણી પોતાની વાડીમાં બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી તીનપતીનો જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે ધોરાજી તાલુકા પોલીસે વાડીમાં દરોડો પાડી વાડી માલિક સુર્યકાંત ઉર્ફે સુરેશભાઇ બાબુભાઇ વાછાણી (રહે.ઝાંઝમેર ગામ તા.ધોરાજી), કૃષ્ણકાંત ઉર્ફે કેતન વલ્લભભાઇ પાદરીયા, અનોપસિંહ ઉર્ફે અનીલ ભીખુભા ચુડાસમા, દામજી કાનજીભાઇ ધેટીયા, દામજી રામજીભાઇ વાછાણી, ધી બાબુભાઇ આલોદરીયા (તમામ રહે.ઝાંઝમેર ગામ તા.ધોરાજી)ને ઝડપી પાડી રોકડ ૩૩,૧૫૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો.

દેરડી કુંભાજીમાં નવ શખ્સો ઝડપાયા
દેરડી કુંભાજી ગામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા રોનક રસીકભાઇ ગોલ, તરલ ભાવેશભાઇ સખીયા,રોનક હરીભાઇ મોણપરા, ભૌતીક લાલજીભાઇ કાથરોટીયા, સંદિપ જયસુખભાઇ પરમાર, મયુર કનુભાઇ મકવાણા, રાજ મગનભાઇ સખીયા, દિવ્યેશ રમેશભાઇ ડોડીયા, જય અનીલભાઇ સખીયા (તમામ રહે.દેરડી તા.ગોંડલ)ને સુલતાનપુર પોલીસે ઝડપી લઇ રોકડ ૩૭,૨૪૦ની મત્તા કબ્જે કરી હતી.


ગોંડલના દાળિયા ગામે પાંચ ઝડપાયા
સુલતાનપુર પોલીસે દેરડીમાં જુની સહકારી મંડળી વાળી શેરીમાં જાહેર માં જુગાર રમી રહેલા રેનીશ ગોળ, તરલ સખીયા, રોનક મોણપરા, ભૌતિક કાથરોટીયા,સંદીપ જયસુખ પરમાર, મયુર મકવાણા, રાજ સખીયા, દિવ્યેશ ડોડીયા તથા જય ડોડીયાને રોકડ .૩૭,૪૨૦ સાથે જડપી લઇ કાર્યવાહી કરી હતી.
બીજા દરોડામાં તાલુકા પોલીસે વાછરા ગામમાં નદી કાંઠે પીરની દરગાહ પાસે જુગાર રમી રહેલા જેન્તી મકવાણા, પ્રકાશ મકવાણા, રાજેશ સોલંકી, વિક્રમ ગમારા, મહેશ મકવાણા તથા અલ્પેશ મકવાણાને રોકડ .૧૧૦૧૦ સાથે ઝડપી લીધા હતા. તાલુકા પોલીસે બીજો દરોડો દાળીયા ગામે પાડો હતો.દાળીયા શેરીમાં જુગાર રમી રહેલા રાકેશ મકવાણા, અશ્ર્વીન મકવાણા, ચિરાગ મકવાણા, સંદીપ મકવાણા તથા વિજય ગુજરાતીને રેકડ .૧૨,૦૬૦ સાથે જડપી લઇ કાર્યવાહી કરી હતી.

દામનગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
દામનગરમાં ખડિયારનગરમાં જાહેરમાં જુગાર રમતા કાનજીરાજાભાઇ મકવાણા, રમેશ શામજીભાઇ ડાભી,પરશોત્તમ મેરામભાઇ ચારોલા, મુના નારાયણભાઇ દેલવાણીયા, અતુલ નાનજીભાઇ ભેસાણીયા (તમામ રહે.દામનગર)ને ઝડપી લઇ રોકડ ૧૦,૫૨૦ની મત્તા કબ્જે કરી હતી. જયારે બીજા દરોડામાં સુવાગઢ ગામે, પ્રાથમિક શાળાના પાછળના ભાગે જુગાર રમતા વિજય રમેશભાઇ બારૈયા, વિનુ મોહનભાઇ મકવાણા, અશ્વિન પાંચાભાઇ મેર, નરેશ ધીભાઇ મેર (ચારેય રહે.સુવાગઢ તા.લાઠી)ને દામનગર પોલીસે ઝડપી પાડી રોકડ ૧૧,૨૦૦ની મત્તા કબ્જે કરી હતી.

જાફરાબાદમાં સાત ઝબ્બે
જાફરાબાદ મીઠીવાવ ખાણ વિસ્તારમા જુગાર રમતા સાવન કાનજીભાઇ સોંલકી ઉફે મહત્પવાવાળા, દિનેશ લાલાભાઇ બારૈયા ઉફે ભજીયાખાયા, કાના રત્નાભાઇ બારૈયા, તીલક માલાભાઇ બાંભણીયા, હરેશ નાનજીભાઇ બારૈયા (તમામ રહે.જાફરાબાદ)ને રોકડ ૧૪૨૦ સાથે ઝડપી લેવાયા હતા. જાફરાબાદમાં રોહીસા ગામે જુગાર રમતા વિપુલ ભીખાભાઇ બાંભણીયા, જેન્તી ભીખાભાઇ બાંભણીયા, અરવિંદ ઉર્ફે રેંગો લાલજીભાઇ બાંભણીયા, ભરત ભીખાભાઇ બાંભણીયા (તમામ રહે.રોહીસા તા.જાફરાબાદ)ને રોકડ ૧૮૨૦ સાથે જાફરાબાદ મરીન પોલીસે ઝડપી લીધા હતા.

ધારીમાં છ ઝડપાયા
ધારીના ખીચરી ગામમાં નદીના પટ્ટમાં જુગાર રમતા મનસુખ ભનુભાઇ ખીમાણીયા, અલ્તાફ પીભાઇ બ્લોચ, આણદં રામભાઇ વાઘેલા, પી જમાલભાઇ બ્લોચ, કાળુ ભાણાભાઇ માલણીયા, કાળુ વજીરભાઇ બ્લોચ (તમામ રહે.ખીસરી તા.ધારી)ને રોકડ ૧૦,૪૦૦ સાથે તેમજ બીજા દરોડામાં ધારી હીમખીમડીપરા આઇ ટીઆઇ પાસેથી વરલી મટકાનો જુગાર રમાડતા લલીત બટુકભાઇ ઇટોલીયા, હરેશ દેવરાજભાઇ માંડવીયાને રોકડ અને વર્લીનો સાહિત્ય મોબાઈલ મળી કુલ  ૧૯,૯૦૦ના મુદામાલ સાથે ધારી પોલીસે ઝડપી લઇ કાર્યવાહી કરી હતી.

ચલાલામાં બે સ્થળેથી ૧૫ શખ્સો ઝડપાયા
ચલાલા પોલીસે જી.ઇ.બી. પાસે ખળાવડની બાજુમા ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પ્રતિક હાદેીકભાઇ ભારથી, જયદીપ જગદીશભાઇ મકવાણા, નિશાંત દીપકભાઇ ચારોલા, કમલેશ શામજીભાઇ ચારોલા, ભાવેશ બાબુભાઇ ચારોલા, સતીષ ભીખાભાઇ સોલંકી ( તમામ રહે.ચલાલા મહાદેવપરા)ને ઝડપી લઇ ૧૧,૯૩૦ની મત્તા કબજે કરી હતી બીજા દરોડામાં ધારી રોડ રેલ્વે ફાટક પાસે શેરીમાં જુગાર રમતા નાથા હકુભાઇ સોલંકી ,ચંદુ હકુભાઇ સોલંકી,(બન્ને રહે.ચલાલા), રસીક બાબુભાઇ ચારોલા,વિનેશ દિલાભાઇ વાઘેલા, પ્રકાશ દેવાભાઇ વાઘેલા (તમામ રહે.ગોપાલગ્રામ), હિતેશ હિમંતભાઇ સોલંકી, ભાવેશ મહેશભાઇ સોલકી, (રહે.ચલાલા મીઠાપુર પરા(ડુંગરી) , હરેશ દેવાભાઇ વાઘેલા (રહે.ગોપાલગ્રામ તા.ધારી), મનોજ મધુભાઇ સોલંકી,(રહે.ચલાલા મીઠાપુર પરા(ડુંગરી)ને ઝડપી લઇ રોકડ ૧૨,૭૭૦ની મત્તા કબ્જે કરી હતી.

સાવરકુંડલા રલ પોલીસે ૧૯ જુગારી ઝડપ્યા : ત્રણ નાસી છૂટા
સાવરકુંડલા રલ પોલીસના બે દરોડામાં જુગાર રમતા વલ્લભ લાખાભાઇ વોરા, કાસમ સાલેભાઇ શેખ, શબીરજાનીભાઇ શેખ, મેહત્પલ સવજીભાઇ કવાડ,અક્ષયગીરી તીરથગીરી ગૌસ્વામી ,મહેશ કાકુભાઇ દેવગાણીયા,રાકેશ મનજીભાઇ વોરા,ચંદુ છગનભાઇ પરમાર, દડુ ભગુભાઇ બોરીચા,જો દેવાયતભાઇ સાંડસુર, ભુપત આલીગભાઇ બોરીચા,મથુર મોહનભાઇ બારૈયાને રોકડ ૧૬,૭૩૦ની મત્તા સાથે જયારે પીઠવડી ગામેથી નરેશ લખમણભાઇ ગાળીયા, બાબા દેવાયતભાઇ ખુમાણ, ગુણવતં છગનભાઇ ત્રીવેદી, ભગીરથ શૈલેષભાઇ મકવાણા, શીવરાજ જીલુભાઇ ખુમાણ,વીનુ મગનભાઇ અમરેલીયા, કીરણ હરસુરભાઇ બગડાને રોકડ ૩૪,૭૯૦ સાથે ઝડપી લીધા હતા જયારે દરોડા દરમિયાન વજુ લાલજીભાઇ ચુડાસમા, નવીન ઘનશ્યામભાઇ ચુડાસમા, અનીલ જગુભાઇ મહીડા નાસી જતા શોધખોળ હાથ ધરી છે.

બાબરામાં જુગાર રમતા ૧૩ ઝડપાયા

બાબરાના કરીયાણા ગામે જુગારના દરોડામાં સુરેશ ધનજીભાઇ મકવાણા ,મનિષ છનાભાઇ રાઠોડ, દિલીપ પરશોતમભાઇ નાડોળીયા, કલ્પેશ ઉર્ફે કપુ રણછોડભાઇ જાબુકીયા, જનક જયવંતભાઇ ખાચર, રાણા ઉર્ફ મુન્નાભાઇ લીંબાભાઇ ઝાપડીયા, ખોડા રાજાભાઇ જાદવ, શિવરાજ નનકાભાઇ ખાચર,વિનુ બટુકભાઇ રોકીયા, શિવકુ કનુભાઇ ધાધલ, મેહત્પલ પરશોતમભાઇ દાહોડીયા, રણજીત શિવરાજભાઇ ઝાપડીયા, મનસુખ સોમાભાઇ સાકરીયાને ઝડપી લઇ ૨૦,૫૯૦ની રોકડ કબ્જે કરી હતી.

ખાંભા પોલીસે ૧૨ શખ્સોને ૩.૭૦ લાખના મુદામાલ સાથે ઝડપ્યા
ખાંભા પોલીસે હનુમાનજીની સીમમાં જાહેરમાં જુગાર રમતા ભરત લાલજીભાઇ હિરપરા, જયકુષ્ણ કાળુભાઇ રવૈયા, કેતન ઉર્ફ જીગો રમેશભાઇ હિરપરા, હરેશ હિંમતભાઇ દોમડીયા, કિરણ કિશોરભાઇ ચોડવડીયા, કલ્પેશ હસમુખભાઇ ચોડવડીયા, જીતેન્દ્ર રમુભાઇ દોમડીયા, જયેશ કાંન્તીભાઇ ચોડવડીયા , મેહત્પલ ભીખાભાઇ ખાટરીયા, ભદ્રેશ કાળુભાઇ રવૈયા, રધુવીર નરશીભાઇ ગોડલીયા, મુના ભુરાભાઇ મુંધવા (તમામ રહે.અનિડા તા.ખાંભા)ને ઝડપી પાડી રોકડ રકમ .૩૯,૫૯૦, મોબાઇલ ફોન નંગ–૧૨,મો.સાઇકલ નંગ–૦૬ મળી કુલ કિં..૩,૭૦,૫૯૦– ના મુદ્દામાલ કબ્જે કર્યેા હતો. આ ઉપરાંત સાવરકુંડલા ટાઉન પોલીસે બે દરોડામાં ૧૧ શખ્સોને, અમરેલી સીટી પોલીસે ત્રણ શખ્સોને, રાજુલા પોલીસે પાંચ શખ્સોને અને લાઠી પોલીસે ત્રણ દરોડામાં ૨૦ શખ્સોને ઝડપી લઇ કાયર્વાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application