રાજકોટ શહેરમાં દિવસે દિવસે મચ્છરજન્ય રોગચાળો બે કાબૂ બની રહ્યું છે, રાજકોટ શહેરમાં ડેન્ગ્યુ મેલેરીયા અને ચિકનગુનિયા ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન આજરોજ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્રારા જાહેર કરાયેલા વીકલી એપેડેમિક રિપોર્ટ અનુસાર શહેરમાં ડેંગ્યુના વધુ ૨૯ સહિત કુલ ૧૬૨, મેલેરિયાના વધુ બે સહિત કુલ ૨૬, ચિકન ગુનિયાનો વધુ એક સહિત ૨૪ કેસ, શરદી ઉધરસના ૧૨૩૯ કેસ, સામાન્ય તાવના ૭૩૯ કેસ, ઝાડા ઉલ્ટીના ૩૫૯ કેસ, ટાઈફોઈડના પાંચ કેસ, કમળાના બે કેસ મળ્યા છે. મચ્છરના ઉપદ્રવની ફરિયાદો મળતા ૫૦૫૯ મકાનોમાં ફોગિંગ કરાયું હતું. મ્યુનિ.આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ રોગ અટકાયતીના ભાગપે શહેરી વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૪૩૯ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેનો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ અંગે રહેણાંકમાં ૩૪૫ અને કોર્મશીયલ ૧૦૪ આસામીને નોટીસ આ૫વામાં આવેલ તથા ા.૩૬,૭૦૦નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલાવડ રાજકોટ હાઇવે પર એક ઓટો રીક્ષા પલટી મારી જતા સાતથી આઠ વ્યક્તિઓને ઇજા
April 05, 2025 01:50 PMટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગોને ફટકો, 80 હજાર કરોડની પ્રોડક્ટ્સની નિકાસ પર થશે અસર
April 05, 2025 01:39 PMઅનંતભાઈ અંબાણીનો કાફલો સતત નવ દિવસથી દ્વારકા સુધી પગપાળા યાત્રા
April 05, 2025 01:36 PMજીરાગઢની નદીમાં ચાર યુવાનો ડુબ્યા: બે ના મોત: બે નો બચાવ
April 05, 2025 12:55 PMજામનગરમાંથી ૫૦૦ કિલો ઘાસનો વધુ જથ્થો જપ્ત
April 05, 2025 12:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech