રાજકોટ શહેરના વોર્ડ નં.૨, ૩, ૭ અને ૧૪માં પીવાનું પાણી પુ પાડતો ભાદર–૧ ડેમ ઓવરલો થયા બાદ ભાદર ડેમથી રાજકોટ શહેર સુધી આવતી લાઇન લિકેજ થતા યુધ્ધના ધોરણે રિપેરિંગ શ કરાયું છે, અમુક વિસ્તારોમાં પાણી વિતરણને પણ અસર થઇ છે. દરમિયાન અવારનવાર પેન્સિલની જેમ બટકી જતી ભાદરની વર્ષેા જુની લાઈન બદલવા માટે .૨૨૧ કરોડનો ખર્ચ અંદાજી પ્રોજેકટ તૈયાર કરવામાં આવ્યો છે.
વિશેષમાં આ અંગે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે ભાદરની વર્ષેા જૂની લાઈન બદલવા થનાર ખર્ચ માટે ગ્રાન્ટ આપવા તેમણે સરકારમાં પત્ર પાઠવ્યો છે. કુલ ૨૦ કિમીની લાઈન બદલવાનો ખર્ચ .૧૨૫ કરોડ જેવો થશે તદઉપરાંત ગોંડલ ચોકડી થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી લાઇન નાખવાનો ખર્ચ ૯૬ કરોડ જેવો થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાદરની લાઇન ૩૦થી ૪૦ વર્ષેા જુની છે, અગાઉ દુષ્કાળના વર્ષેામાં રાજકોટની પાણીની સ્થિતિ કપરી બનતા તે સમયે રાજકોટથી ૬૦ કિલોમીટર દૂર ગોમટા નજીક આવેલા ભાદર–૧ ડેમથી રાજકોટ સુધી લાઇન નખાઇ હતી.
ભાદર–૧ ડેમમાંથી મળતું પાણી સેન્ટ્રલ રાજકોટના ગોંડલ રોડ, ઢેબર રોડ, કેનાલ રોડ, પેલેસ રોડ, કોઠારીયા રોડ, જામનગર રોડ, રૈયા રોડ, રેસકોર્સ રિંગ રોડ, શ્રોફ રોડ, કસ્તુરબા માર્ગ સહિતના વિસ્તારોમાં વિતરણ કરવામાં આવે છે
ભાદર લાઇન લિકેજ થવાને કારણે કાલે વિતરણ ખોરવાય તેવી શકયતા
ભાદરની લાઇન લિકેજ થતા રિપેરિંગ શ કરાયું છે. આજે સ્ટોરેજ વોટરથી વિતરણ જાળવી રખાયું છે પરંતુ જો આજે રાત્રી સુધીમાં લાઇન રિપેર ન થાય તો આવતીકાલે વિતરણ ખોરવાઇ તેવી પુરી સંભાવના છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech