ગોંડલ માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ મળી આવ્યું છે. સુરત યાર્ડમાં હરાજી માટે લાવવામાં આવેલું 2150 કિલો પ્રતિબંધિત ચાઈનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવાયો હતો. હાલ લસણના ભાવ આસમાને હોય અને ચાઈનીઝ લસણ સસ્તું મળતું હોય કેટલાક વેપારીઓ તે લાવી અહીં વેચાણ કરતા હોવાની વિગતો સામે આવી છે.
ચાઈનીઝ લસણ કેવું હોય?
ભારતીય લસણ કેવું હોય?
10 લાખની કિંમતનું ચાઈનીઝ લસણ ઝડપાયું
સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે. સુરત એપીએમસીમાં વેચાણ અર્થે મૂકવામાં આવેલા લસણ પર સ્ટાફની નજર પડી હતી. એપીએમસીના સ્ટાફને શંકા જતાં તેમણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કરતા ચાઈનીઝ લસણ હોવાનું માલૂમ પડતાં તમામે તમામ 43 ગૂણી 2150 કિલો જપ્ત કરી લીધી હતી. જેની અંદાજિત
કિંમત 10 લાખ રૂપિયા થાય છે.
ચાઈનીઝ લસણ ઝડપાતા APMC સતર્ક
લસણનો એક કિલોનો ભાવ આ વર્ષે 400થી 500 રૂપિયાની આસપાસ રહેતા ગુજરાતના માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણની એન્ટ્રી થઈ છે. હવે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ લસણ ઝડપાયું છે. આ લસણ જપ્ત કરી એપીએમસીના સત્તાધીશોએ જવાબદાર અધિકારીને જાણ કરી દીધી હતી. ચાઈનાથી ઈમ્પોર્ટ કરવામાં આવતું લસણ સ્થાનિક લસણ કરતા સસ્તું મળી રહ્યું છે. તેથી નફો કમાવાની લાલચે કેટલાક લોકો ચાઈનીઝ લસણ ભારત લાવી રહ્યા છે. તેમજ રાજ્યના અલગ અલગ એપીએમસીમાં તેનું વેચાણ કરી રહ્યા છે.
સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ચાઈનીઝ લસણ
APMCના ડિરેક્ટર બાબુ શેખે જણાવ્યું કે 2017થી ચાઇનાનું લસણ આપણા દેશમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ચાઈનીઝ લસણ આરોગ્ય માટે નુકસાનકારક હોવાનું જણાય આવ્યું હોવાથી સરકારે તેને પ્રતિબંધિત કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech