જામનગર શહેર, જીલ્લામાં સાત સ્થળે જુગાર અંગે દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં જામ શખપુરમાં પાંચ પત્તાપ્રેમી, સનસીટીમાં ૩ મહિલા સહિત સાત જુગારી, ધ્રોલના દેડકદડમાં ૫ પાનાપ્રેમીની અટકાયત કરવામાં આવી હતી, ઉપરાંત જામજોધપુર, ખંભાળીયા ગેઇટ, લાલપુર અને જસાપર પાટીયા પાસે ચાર વર્લીબાજોને દબોચી લેવાયા હતા આમ કુલ ૩ મહિલા સહિત ૨૧ જુગારી પોલીસની ઝપટમાં આવ્યા હતા.
જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જેથી લાલપુર મદદનીશ પોલીસ અધીક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એસ. રબારીએ સ્ટાફના માણસોને ડ્રાઇવ અન્વયગુનાઓ શોધી કાઢવા સુચના કરેલ.
દરમ્યાન સ્ટાફના પો.હેડ કોન્સ ધર્મેન્દ્રસિંહ, પો.કોન્સ અશોકભાઇને મળેલ ખાનગી બાતમી આધારે જામજોધપુર ગામે ગૌશાળાની સામે પાદરમાં જાહેરમાં ગંજીપાના વડે તીનપતી રોન પોલીસની જુગાર રમતા હરસુખ વાલજી લાડાણી, છગન લાખા ઓડેદરા, મહેન્દ્ર અમરદાસ હરીયાણી, દિનેશ કાના રાતડીયા અને કિશોર ઠાકરશી કણસાગરા રહે. બધા જામજોધપુરવાળાને રોકડા ૧૨૭૮૦ સાથે પકડી પાડીન જુગારધારા મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત જામનગરના સનસીટી-૧ વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા સનસીટીના રેશમાબેન જુલ્ફીકાર શેખ, નવજીવન સોસાયટીના ખમાબા પ્રભાતસિંહ જાડેજા, પટેલ કોલોનીના રસીલાબેન હરીશ સાવલીયા, લીંડી બજાર પાસે રહેતા સલીમ અલીમામદ ધાણીવાલા, બાલનાથ સોસાયટીના શબીર અહેમદઅલી વાઘેલા, ચાંદીબજાર સર્કલે રહેતા ભાવેશ કેશવજી કામદાર અને વ્હોરાવાડ વંડાફળીના મુફદલ ઉર્ફે મુસ્તુફા મોહસીન સરોદવાલાને અટકાયતમાં લઇ રોકડા ૬૫૯૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા જયારે સનસીટી-૧માં રહેતો જુલ્ફીકાર કુતુબઅલી શેખ ફરાર થઇ ગયો હતો. આ દરોડો સીટી-એ પોલીસે પાડયો હતો.
આ ઉપરાંત ધ્રોલ પોલીસ દ્વારા દેડકદડ ગામમાં જુગાર રમતા ઉદુભા ભીખુભા જાડેજા, નાથા સવસી ઝીંજુવાડીયા, શૈલેષ બચુ જાખેલીયા, રવિ કેશુ ઝીંજુવાડીયા અને રાજેશ ઉર્ફે રાજુ શામજી ઝીંજુવાડીયા રહે. બધા દેડકદડની અટકાયત કરી રોકડા ૫૩૬૦ અને ગંજીપતા કબ્જે કર્યા હતા.
અન્ય દરોડામાં જામજોધપુરના લીમડા ચોકમાં રહેતા ભાવેશગીરી પ્રતાપગીરી ગોસ્વામીને વર્લીનો જુગાર રમતા રોકડા ૧૪૦ સાથે, કિશાનચોકમાં રહેતા રાજુ જેઠા પરમારને વર્લીનો જુગાર રમતા રોકડા ૨૦૦ સાથે, લાલપુરના જયસુખ પાલા ખરાને વર્લીનો જુગાર રમતા રોકડા ૧૫૦ સાથે અને શેઠવડાળાના વિશાલ સોમા વાઘેલાને વર્લી મટકાનો જુગાર રમતા રોકડા ૪૦૦ અને કાપલી સાથે પકડી લેવામાં આવ્યા હતા.