6.37 કરોડના ખર્ચે જુન સુધીમાં 1.30 લાખ ટન કચરો પ્રોસેસ કરવામાં આવશે: ગુલાબનગર, વિભાપર, મોહનનગર સહિતના અનેક વિસ્તારોના લોકોને હવે દુર્ગંધથી મળશે રાહત
જામનગર શહેરમાંથી મહાનગરપાલિકાએ વર્ષોથી એકઠો કરેલો કચરો હવે ગુલાબ નગર નજીકના વિશાળ ડમ્પિંગ સાઈટ ઉપરથી ઉપાડવાનો શરૂ કર્યો છે. પિયા 6.37 કરોડના ખર્ચે શ કરાયેલી પ્રોસેસિંગની કામગીરી છેલ્લા 33 દિવસથી શ થઈ છે. ત્યારે ગઇકાલે ગુવાર સુધીમાં 20700 ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે.અને આગામી જૂનના અંતમાં આ તમામ કચરો ઉપાડી લેવામાં આવશે. તેમ જાણવા મળે છે.
સોલીડ વેસ્ટના કાર્યપાલક ઇજનેર મુકેશ વરણવા, નાયબ કાર્યપાલક ઇજનેર કેતન કટેશીયાના માર્ગદર્શન હેઠળ કચરો પ્રોસેસ કરવાની કામગીરી ચાલી રહી છે, જાણવા મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં પ્રથમ પ્લાન્ટ જામનગરમાં નાખવામાં આવ્યો છેકે જેમાં કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. અને 2022 થી આ પ્લાન્ટમાં વીજળી પેદા કરવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાંથી દરરોજ સુકો અને ભીના 350 ટન જેટલો ખર્ચો નીકળે છે. અને આ તમામ કચરો ગુલાબ નગર ની ડબ્બીંગ સાઈટ ઉપર ઠલાવવામાં આવે છે. ા. 6.37 કરોડના ખર્ચે એક પ્રોસેસિંગ યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. જે પૂર્ણ ક્ષમતા ચાલુ થયા બાદ છેલ્લા 33 દિવસમાં 1.30 લાખ ટન કચરો ઉપાડવાની કામગીરી ના ભાગપે આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં ર0700 થી વધુ ટન કચરો પ્રોસેસ કરીને દૂર કરવામાં આવ્યો છે .અને આગામી જૂન મહિનાની સુધીમાં આ ડમ્પીંગ સાઇટ ખુલી થઈ જશે અને તેથી લોકોને પણ કચરાના ધુમાડા અને દુર્ગંધ થી રાહત મળશે.
થોડા સમય થી ગુલાબ નગર સિન્ડિકેટ સોસાયટી સત્ય સાઇ પાર્ક સહિતના તમામ પ્રવાસીઓએ અનેક વખત મહાપાલિકામાં રજૂઆત કરી હતી ત્યારબાદ સીએમ પોર્ટલ ઉપર પણ ફોટા અને વિડિયો થી ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ આ કચરો ઉપાડવાની કામગીરી શ કરી દેવામાં આવી છે.
ગુલાબનગરના ડમ્પીંગ પોઇન્ટમાંથી ધીરે ધીરે કચરાનો નિકાલ થઇ રહ્યો છે. લગભગ જુન સુધીમાં તમામ કચરાનો નિકાલ થઇ જશે, દરરોજ જામનગરમાંથી 300 થી 350 ટન કચરો નીકળે છે અને છેલ્લા કેટલાક સમયથી ગુલાબનગર ખાતેના ડમ્પીંગ પોઇન્ટ ખાતેના આ કચરો નાખવામાં આવે છે. લગભગ લાખ ટન કચરો ભેગો થયો છે ત્યારે થોડા મહિના બાદ આ તમામ કચરો કલીયર થશે ત્યારે આ વિસ્તારના લોકોને દુર્ગંધથી છુટકારો મળશે.
છેલ્લા કેટલાક સમયથી ગુલાબનગર, મોહનનગર, વિભાપરના આજુબાજુના વિસ્તારના લોકોએ કોર્પોરેશન સમક્ષ માંગણી કરી હતી અને ગામમાંથી એકત્ર કરાયેલ 1.30 લાખ ટન કચરાની તાત્કાલિક પ્રોસેસ કરવા માંગણી કરી હતી, આ વિસ્તારના લોકોએ જણાવ્યું હતું કે, આ કચરાને કારણે અમોને ખૂબ જ દુર્ગંધ આવે છે, એટલું જ નહીં મુશકેલી પણ થાય છે, અગાઉ અવારનવાર કોર્પોરેશનમાં અમે રજૂઆત કરી છે, પરંતુ હવે કચરો પ્રોસેસ કરવાની કામગીરી એક માસથી વધુ સમયથી થઇ રહી છે ત્યારે અમને પણ રાહત મળશે અને કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ જુન મહિના સુધી તમામ કચરો દૂર થઇ જશે, આ માટે ા. 6.37 કરોડના ખર્ચે ટેન્ડર અપાયું છે અને આ કાર્યવાહી જેમ બને તેમ ઝડપથી થાય તે માટે કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચીનની 'બેટવુમન'એ શોધ્યો બેટ કોરોના વાયરસ
February 24, 2025 11:07 AMશિવ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ ભગવાન શિવજીની પાલખી
February 24, 2025 11:05 AMગુજરાતમાં ખોરાક પાછળ ખર્ચ થાય છે 45 ટકા જેટલી આવક
February 24, 2025 11:04 AMફેબ્રુઆરીમાં જ ઉનાળો બેસી ગયો હોય તેવી ગરમી: રાજકોટમાં 37.5 ડિગ્રી
February 24, 2025 11:02 AMIPO લોન્ચ કરવામાં ભારત વૈશ્વિક અગ્રણી ,2024માં કંપનીઓએ 19 બિલિયન ડોલર એકત્ર કર્યા
February 24, 2025 10:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech