આ દિવસોમાં માત્ર 2 વર્ષના બાળકે સોશિયલ મીડિયા પર અજાયબીઓ કરી છે. બાળકે એવું અદ્ભુત પેઈન્ટિંગ બનાવ્યું છે કે તેની ડિમાન્ડે બાળકને અમીર બનાવી દીધો. બાળકના ચિત્રો લાખોમાં વેચાઈ રહ્યા છે. લોરેન્ટ નામના આ બાળકની સફર ત્યારે શરૂ થઈ જ્યારે તે તેના પરિવાર સાથે રજા પર ગયો હતો. તે રિસોર્ટના એક રૂમમાં કલરકામ કરતો હતો. લોરેન્ટ કલાકો સુધી પેઇન્ટિંગ કરતો હતો, તેથી જ્યારે પરિવાર રજાઓમાંથી પાછો આવ્યો, ત્યારે તેઓએ બાળક માટે એક આર્ટ સ્ટુડિયો ખોલ્યો, જ્યાં તે આરામથી તેની સર્જનાત્મકતા વ્યક્ત કરી શકે.
આ પેઇન્ટિંગમાં હાથી, ઘોડા અને અન્ય ઘણા પ્રકારના પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આટલા ઓછા સમયમાં લોરેન્ટની શાનદાર પેઇન્ટિંગ્સ અને સર્જનાત્મકતાએ લોકોના દિલ જીતી લીધા છે. જ્યારે લોરેન્ટની માતાએ જોયું કે તેનો પુત્ર ખૂબ પ્રતિભાશાળી છે, ત્યારે તેણે બાળક માટે એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું.
તેની માતા આ એકાઉન્ટનું સંચાલન કરે છે. આમાં તે પોતાના પુત્રની ક્રિએટિવિટીની તસવીરો શેર કરતી રહે છે. ટાઈમ્સ ઓફ લંડન સાથે વાત કરતા લોરેન્સની માતા લીસાએ જણાવ્યું હતું કે તેનો પુત્ર તેના ચિત્રોમાં હળવા રંગોનો ઉપયોગ કરતો નથી પરંતુ વાઈબ્રન્ટ રંગોનો ઉપયોગ કરે છે. તે ઘણીવાર તેના ચિત્રોમાં તેજસ્વી રંગોનો ઉપયોગ કરે છે.
2 વર્ષના લોરેન્ટના કેટલાક ચિત્રો એટલા જોવાલાયક હતા કે તે 7,000 ડોલર સુધી એટલે કે અંદાજે રૂ. 5.8 લાખમાં વેચાયા હતા. સોશિયલ મીડિયા પર લોરેન્ટની ટેલેન્ટના લોકો વખાણ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર તેની લોકપ્રિયતા ઘણી વધી રહી છે. દરેકને તેની ક્રિએટીવીટી ખુબ પસંદ આવી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર લોરેન્ટના પેઈન્ટિંગ્સ લોકો પસંદ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર શહેર-જીલ્લામાં યમરાજનું કાળચક્ર : ચાર અપમૃત્યુ
May 21, 2025 01:28 PMજામનગરમાં વિદેશી દારુના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
May 21, 2025 01:26 PMજામનગર: ગોરધનપર પાટિયા પાસે ખાનગી બસના ચાલકે નગરસેવિકાને અડફેટે લેતા અકસ્માત
May 21, 2025 12:30 PMજામનગર રાજકોટ હાઇવે પર રીક્ષાની રેસનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સો પકડાયા
May 21, 2025 12:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech