એન્જિનિયરિંગ માટે લેવાતી જેઈઈ ની પરીક્ષા ના બીજા સેશનનું પરિણામ જાહેર થયું છે જેમાં ટોપ 56 વિદ્યાર્થીઓમાંથી રાજકોટના બે વિદ્યાર્થીઓ 100 પર્સન્ટાઇલ સાથે ટોપર્સના લિસ્ટ માં આવ્યા છે.નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ બુધવારે મોડી રાત્રે જેઇઈ મેઇન્સના બીજા રાઉન્ડ નો પરિણામ જાહેર કર્યું હતું જેમાં આ વખતે અત્યાર સુધીનો રેકોર્ડ તોડીને સૌથી વધુ 56 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. જેમાં ગુજરાતમાં રાજકોટના મીત પારેખ અને હર્ષલ કાનાણીએ 100 પર્સન્ટાઇલ મેળવીને રેકોર્ડ કર્યો છે. પરિશ્રમ સ્કુલના આ બંને વિદ્યાર્થીઓએ રાજકોટનું ગૌરવ વધાર્યું છે.
અલગ અલગ રાજ્યો પ્રમાણે 100 પર્સન્ટાઇલમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ તેલંગાણા ના 15, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી સાત દિલ્હીમાંથી છ રાજસ્થાનમાંથી પાંચ, કર્નાટકના ત્રણ, તમિલનાડુ ગુજરાત અને હરિયાણા માંથી બે જ્યારે ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી એક એક વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગત વર્ષે 42 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા હતા.
આ વખતે જેઇઇ મેઇન્સના એપ્રિલ પત્ર માટે જનરલ કેટેગરીની કટઓફ પર્સન્ટાઇલ વર્ષ 2023 ની સરખામણીએ 2.45 પોઇન્ટ્સ વધારે હતું. આ વખતે 10.68 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે ગત વર્ષ કરતા 45000 વિદ્યાર્થીઓ ઓછા હતા. મેઇન ની પરીક્ષામાં 2,50,248 વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ માટે ક્વોલીફાય થયા છે જે હવે એડવાન્સની પરીક્ષા આપી આઇઆઇટીમાં જવા માટેના સ્વપ્નને પૂર્ણ કરવાની તૈયારીમાં લાગી જશે.
ઓલ ઈન્ડિયા ટોપર નિલ કૃષ્ણ બન્યો છે. જ્યારે દક્ષેશ મિશ્રા, આદિત્યકુમારનો ટોપર્સમાં સમાવેશ થયો છે. આ વર્ષે અત્યાર સુધીના રેકોર્ડ તોડીને 56 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ મેળવ્યા છે જેમાં કર્નાટકની શાનવી જૈન અને દિલ્હીની સાઈના સિન્હા નામની બે વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. 13 ભાષામાં જેઈઈની પરીક્ષા લેવામાં આવે છે. દેશના 319 શહેરોમાં 571 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી. જેઈઈ મેઈન્સના પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થયા બાદ બીજા સેશનની પરીક્ષા લેવામાં આવી હતી. પ્રથમ સેશનમાં પણ રાજકોટનો એક વિદ્યાર્થી ટોપર્સમાં આવ્યો હતો.
ક્વોલીફાઈ થયેલા વિદ્યાર્થીઓ એડવાન્સ લેવલની પરીક્ષા આપી તેમની ઉજ્વળ કારકિર્દી આઈઆઈટી તરફ આગળ વધશે. મે મહિનામાં લેવાનારી આ એડવાન્સની પરીક્ષા બાદ આઈઆઈટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. ગત વર્ષે રાજકોટના આઠથી દસ વિદ્યાર્થીઓને આઈઆઈટીમાં પ્રવેશ મળ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતરસાઈમાં શ્રમિક યુવાનનું થ્રેસર મશીનમાં આવી જતાં મૃત્યુ
April 04, 2025 10:34 AMજામનગરના ત્રણ પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઈ. તરીકે પ્રમોશન અપાયા
April 04, 2025 10:28 AMજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech