ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં હિંસાના બે આરોપીઓ સામે આવ્યા છે. બંને આરોપીઓ નેપાળ ભાગી જવાની યોજના બનાવી રહ્યા હતા. ઘટનાના દિવસથી પોલીસ તેમની પાછળ હતી. આજે પોલીસને તેમનું લોકેશન મળ્યું, ત્યાર પછી તેમને ટ્રેક કરવામાં આવ્યા. આરોપીઓના નામ સરફરાઝ અને તાલિબ છે.
બહરાઈચમાં આ રીતે ફાટી નીકળી હતી હિંસા
બહરાઈચના હરડી પોલીસ સ્ટેશન વિસ્તારના રેહુઆ મન્સૂર ગામના રહેવાસી રામ ગોપાલ મિશ્રા રવિવારે સાંજે લગભગ 6 વાગ્યે દુર્ગા મૂર્તિના વિસર્જનની શોભાયાત્રામાં સામેલ થયા હતા. જ્યારે આ સરઘસ મહારાજગંજ માર્કેટમાં એક ખાસ સમુદાયના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી. આરોપ છે કે આ દરમિયાન ધાબા પરથી પથ્થરો ફેંકાવા લાગ્યા, જેના કારણે વિસર્જન દરમિયાન નાસભાગ મચી ગઈ.
આ દરમિયાન રામ ગોપાલને ઘરની છત પર ગોળી વાગી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. રામ ગોપાલના મૃત્યુના સમાચાર બાદ મહારાજગંજ શહેરમાં હોબાળો શરૂ થયો હતો. ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ આરોપીના ઘર સહિત અનેક વાહનોમાં તોડફોડ કરી અને આગ લગાવી દીધી. બીજા દિવસે પણ હિંસા ચાલુ રહી. જેના કારણે જિલ્લામાં ભારે પોલીસ બંદોબસ્ત બોલાવવો પડ્યો હતો. સીએમ યોગીએ પોતે આ મામલાની નોંધ લીધી હતી. હાલ સ્થિતિ સામાન્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech