ખેડૂતોની જાણ બહારની પાક ધિરાણ ની રકમ પોતાના સગા સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવી લઈ પ્રોપર્ટી ખરીદી લીધા નું સામે આવ્યું
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લતીપુર ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ની શાખાના પૂર્વ બ્રાન્ચ મેનેજર વિરુદ્ધ ૨,૧૬,૪૩,૩૯૩ ની રકમની છેતરપિંડી કર્યાનું સામે આવતાં ચકચાર જાગી છે.
પોતાના હોદ્દા નો દુરુપયોગ કરીને જુદા જુદા ખેડૂતોની જાણ બહાર પાક ધિરાણની રકમ વગેરે પોતાના સગા સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવીને રૂપિયા ૨,૧૬,૪૩,૩૯૩ ની ઉચાપત કરી લઈ તે રકમમાંથી કાર તેમજ પ્રોપર્ટી વગેરે ખરીદી લીધાનું સામે આવતાં ચકચાર જાગી છે.
આ ફરિયાદ ના બનાવની વિગત એવી છે કે જામનગર પાર્ક કોલોની વિસ્તારમાં રહેતા અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ના જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા નરેશભાઈ લેટરામ દેવ ઠાકોરએ ધ્રોળ પોલીસમાં ફરિયાદ આપી ને જણાવ્યું હતું કે લતીપુર ગામમાં આવેલી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની બ્રાન્ચના પૂર્વ મેનેજર નયનકુમારસિંઘ રાધાવિનોદસિંગ કે જેણે પોતાની ફરજ દરમિયાન ૨.૧૬,૪૩,૩૯૩ ની રકમના ખોટા ટ્રાન્ઝેક્શન કરી લઇ જુદાજુદા ખેડૂતો ની પાક ધિરાણની રકમ પોતાના અંગત કુટુંબીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવી દઈ બેંકને ને પણ નુકસાની પહોંચાડ્યા ની ફરિયાદ આપતાં ધ્રોળ પોલીસે આઇપીસી કલમ ૪૬૬ અને ૪૦૯ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આરોપી પૂર્વ બેંક મેનેજરે તારીખ ૨૦.૧.૨૦૨૧ થી તારીખ ૧૩.૭.૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરી જુદા જુદા ખેડૂત ખાતેદારોના બેંક ખાતામાંથી રકમ ઉપાડી લીધી હતી, અને ૨.૨૬ કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન પોતાના કુટુંબીઓના ખાતામાં ટ્રાન્સફર કરી લીધું હતું, જે રકમમાંથી તેણે કેટલીક પ્રોપર્ટી તેમજ કારની ખરીદી કરી લીધી હોવાનું બેન્કના અધિકારીઓની તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું હતું.
આ ઉપરાંત તેણે ખોટા ટ્રાન્જેક્શન ના આધારે કેટલાક ખેડૂત ખાતેદારો કે જેઓના ખાતા ખોટી રીતે ક્લોઝ કરી દઈ તેઓની લોન બંધ કરી નો ડ્યુ ના સર્ટીફીકેટ આપી દીધા હતા. અને બેંકને રૂપિયા ૧,૫૬,૫૭,૯૯૩ ની નુકસાની પહોંચાડી હતી.
જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે ધ્રોળ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પુર્વ બેન્ક મેનેજર નયનકુમારસિંઘ પોતાના વતનમાં નાસી ગયો હોવાથી તપાસનો દોર કાનપુર સુધી લંબાવવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech