ભારતીય સેનાને 1968માં રોહતાંગ પાસ પાસે થયેલી વિમાન દુર્ઘટનામાં માયર્િ ગયેલા 102થી વધુ યાત્રીઓ પૈકી વધુ ચાર મૃતદેહ મળ્યા છે. આ અકસ્માત 56 વર્ષ પહેલા થયો હતો. સૈન્ય અભિયાનની ટીમે આ મૃતદેહોને બરફથી ઢંકાયેલા પહાડોમાંથી બહાર કાઢ્યા હતા. આ ઓપરેશન ’ચંદ્ર ભાગા’ નામના મોટા ઓપરેશનનો એક ભાગ હતું. આ અકસ્માત 7 ફેબ્રુઆરી, 1968ના રોજ થયો હતો. જ્યારે ભારતીય વાયુસેનાનું એએન-12 વિમાન જે 102 મુસાફરો સાથે ચંદીગઢથી ઉડાન ભરી રહ્યું હતું તે ખરાબ હવામાનને કારણે ક્રેશ થયું હતું. દાયકાઓ સુધી, વિમાનનો કાટમાળ અને પીડિતોના અવશેષો બરફીલા પ્રદેશમાં ખોવાયેલા રહ્યા.મૃતકોને શોધવા સર્ચ ઓપરેશન લાંબા સમયથી ચાલી રહ્યું હતું
2003માં, અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઑફ માઉન્ટેનિયરિંગના ક્લાઇમ્બર્સે પ્લેનનો કાટમાળ શોધી કાઢ્યો હતો. આ પછી, સેના, ખાસ કરીને ડોગરા સ્કાઉટ્સે ઘણા ઓપરેશન ડોગરા સ્કાઉટ્સ 2005, 2006, 2013 અને 2019માં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં મોખરે હતા. 2019 સુધીમાં માત્ર પાંચ જ મૃતદેહો મળી આવ્યા હતા.
ત્રણ સૈનિકોની ઓળખ થઈ
આ વખતે ચાર મૃતદેહોમાંથી ત્રણ સુરક્ષિત મળી આવ્યા હતા જ્યારે ચોથાના અવશેષો મળી આવ્યા હતા. તેમની પાસેથી મળેલા દસ્તાવેજો પરથી સેનાના ત્રણ જવાનોની ઓળખ કરવામાં આવી છે. આ સૈનિકો સિપાહી નારાયણ સિંઘ, મલખાન સિંઘ (પાયોનિયર કોર્પ્સ) અને થોમસ ચેરિયન છે.
ડોગરા સ્કાઉટ્સે સાંભળી હતી ઓપરેશનની બાગડોર
એક અધિકારીએ જણાવ્યું કે, ’ચોથા વ્યક્તિની ઓળખ તેના શરીર પર મળી આવેલા દસ્તાવેજો પરથી થઈ શકી નથી, પરંતુ તેના પરિવારના સભ્યોને શોધી કાઢવામાં આવ્યા છે.’ તેમણે વધુમાં કહ્યું કે, ’ઓપરેશન ચંદ્ર ભાગાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે સેના તેના સૈનિકોના પરિવારોને સાંત્વના આપવા માટે કેટલી મક્કમ છે. ડોગરા સ્કાઉટ્સ તેમની કુશળતા માટે જાણીતા છે, તેમણે આ અભિયાનનું નેતૃત્વ કર્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech