પોરબંદર શહેર અને જિલ્લામાં પ્રોહીબીશન અને હથિયારબંધીના જાહેરનામાભંગ સહિત નશાની હાલતમાં તથા ટ્રાફિકના નિયમનો ભંગ કરીને વાહન ચલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ૨૪ કલાકમાં આ પ્રકારના ૧૮ જેટલા ગુન્હાઓ નોંધાયાનું જાણવા મળ્યુ છે.
ટ્રાફિક નિયમ ભંગ બદલ કાર્યવાહી
છાયા નવાપરામાં વાછરાડાડાના મંદિર પાછળ રહેતા રમેશ બોઘા કરગઠીયાને છાયાની સદામ સોસાયટી નજીકથી નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી લીધો હતો. ખાપટના ઘાણા સામે રહેતા રામ પુના કીંદરખેડીયાને જી.આઇ.ડી.સી. રોડ પર ટ્રાફિકને અડચણપ રીક્ષા પાર્ક કરતા પકડી લેવાયો છે. રાણાવાવના નટવરચોકમાં રહેતો એઝાઝ ઇકબાલશા બાનવાને ફૂલસ્પીડે બાઇક ચલાવતા રાણાવાવના ખાખરીયા ત્રણ રસ્તેથી પકડી લેવાયો છે. ગીરસોમનાથના તાલાળામાં આવેલા કૃષ્ણનગર-૨માં રહેતા વિશાલ હરેશ પાલાને ૫ાંચ લાખની સ્કોર્પીયો કાર સાથે નશાની હાલતમાં ચૌટા ચેકપોસ્ટ પાસેથી પકડી લીધો હતો.
દેશી દાના દરોડા
પોરબંદરના ઝુંડાળા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા કાનજીભાઇ દ્વારકાભાઇ બેવાસીને ઝુંડાળાની પ્રાથમિક શાળા પાસેથી ૨૦૦ ા.ના દા સાથે પકડી લીધા બાદ આ દાનો જથ્થો લાવવામાં મદદગારી કરનાર ઝુંડાળાના અરભમ વિરમ કુછડીયા સામે પણ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરના ગાયત્રીમંદિર સામે ખાડીકાંઠે રહેતી અને અગાઉ અનેકવખત દા સાથે પકડાઇ ચૂકેલી મંજુ નાથા સરવૈયાના મકાનમાંથી ૧૦૦૦ ા.નો દેશી દા મળી આવતા તેને સવારે પોલીસમથકે હાજર થવા જણાવાયુ હતુ. બગવદરના દેવીપૂજકવાસમાં રહેતા સરમણ મકન વાઘેલા ને તેના ઝૂંપડા પાસે બાવળની કાટમાં છુપાવેલ ૪૦ લીટર આથા સહિત ૧૦૨૦ના મુદ્ામાલ સાથે પકડી લીધો હતો. રાણારોજીવાડાનો પ્રવીણ ચંદુ શીંગરખીયા હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના ફળિયામાંથી ૮૦૦૦ ા.નો ૪૦ લીટર દા બે કેરબામાં મળી આવતા ધરપકડ થઇ છે. ભાવપરાની પાંચ ડેરા સીમમાં વાછરાડાડાના મંદિર પાછળ વાડીએ રહેતા સવદાસ ઉર્ફે એસ.કે. કારા ગોઢાણીયાને ૩૦૦૦ ાના ૧૫ લીટર દા સાથે પકડી લેવાયો છે. બળેજ ગામે રામાપીરના મંદિર પાસે બળેજા ફળિયામાં રહેતા વૈદે સામત પરમારને ૬૦૦૦ ા.ના ૩૦ લીટર દા સાથે બળેજ ગામના કંડ વિસ્તારમાંથી પકડી લેવાયો છે. વિસાવાડાના બેરુ ફળિયામાં રહેતા અરભમ દેવા ઓડેદરાને ૪૦૦ ાના દાસાથે અને સુભાષનગરની હનુમાનવાળી ગલીમાં રહેતા પરસોતમ કાળુ તુંબડીયાને ૨૦૦ ા.ના દા સાથે પકડી લેવાયા છે.
હથિયારબંધીના ગુન્હા
દેવભૂમિ દ્વારકાના ફૂલવાડી વિસ્તારમાં આવેલ નરસંગ ટેકરી ખાતે રહેતો વેજા નાગાજણ ચાંચીયા ઓટોરીક્ષા લઇને ચૌટા ચેકપોસ્ટ પરથી નીકળ્યો ત્યારે પોલીસે તેની તલાસી લેતા ૨૦ ા.ની સ્ટીલની છરી મળી આવી હતી તેથી ૩૦ હજારની રીક્ષા સહિત મુદામાલ સાથે તેની ધરપકડ કરવામાં આવી હતી. ભેટકડીની સીમમાં રહેતા રાજુ સવદાસ કુછડીયાને ૧૦ ા.ની છરી સાથે અડવાણા-ભેટકડી રોડ પરથી પકડી લેવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્લેકઆઉટમાં પણ અડીખમ! સુરેન્દ્રનગરના નાગરિકોની શિસ્ત પ્રશંસનીય
May 31, 2025 10:37 PMસિવિલ ડિફેન્સની 'ઓપરેશન શિલ્ડ' મોકડ્રીલ અંગે જામનગરના S.P. પ્રેમ સુખ ડેલુની પ્રતિક્રિયા
May 31, 2025 07:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech