આજે કચ્છ સરહદ પર ડ્રોનથી પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કરતા ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે બે ડ્રોન પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાન તરફથી ગુજરાતના સરહદી વિસ્તારમાં હુમલો થવાની પૂરી શક્યતા હોય રાજ્યના 18 જિલ્લાઓ હાઈએલર્ટ પર છે. જ્યારે બનાસકાંઠા, કચ્છ અને પાટણના સરહદી વિસ્તારના ગામોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યો છે. સોમનાથ, દ્વારકા અને અંબાજી મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ ઘટનાક્રમ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ વડા વિકાસ સહાય, મુખ્ય સચિવ પંકજ જોષી સહિતના અધિકારીઓ વચ્ચે સ્ટેટ ઇમર્જન્સી સેન્ટર ખાતે એક બેઠક યોજવામાં આવી છે.
પોલીસ વડા વિકાસ સહાય, મુખ્ય સચિવ પંકજ જોષી, મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ જયંતી રવિ સહિતના અધિકારીઓની બેઠક યોજાઈ છે.
અંબાજી મંદિરની સુરક્ષા વધારાઈ
સુઈગામ અને વાવના 24 ગામોને બ્લેકઆઉટ જાહેર કરાયું છે. સુઈગામ માવસરી વાવ તાલુકાના સરહદી વિસ્તારોમાં પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે. તેમજ LCB, SOG અને SP સહિતનો પોલીસ કાફલો સરહદી વિસ્તારના ગામડાઓમાં પહોંચ્યો છે. ગામડાઓ, ઘરો અને ખેતરની તમામ પ્રકારની લાઇટો બંધ કરી દેવાની સૂચના આપી છે. શક્તિપીઠ અંબાજીની સુરક્ષા ને ધ્યાન રાખી અને અંબાજીમાં સુરક્ષા વધારાઈ છે.
કચ્છના નલિયા, ભુજ, લખપત અને ખાવડામાં બ્લેક આઉટ
સરહદી જિલ્લા કચ્છના ભુજ, નલિયા, લખપત અને ખાવડામાં બ્લેક આઉટ કરી દેવાયો છે. જ્યાં સુધી નવી સૂચના ન મળે ત્યાં સુધી બ્લેક આઉટ રહેશે.
બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં બ્લેક આઉટ કરવા આદેશ કરાયો છે. બનાસકાંઠા ડીવાયએસપીએ વાવ, માવસરી અને સૂઈગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરોને બ્લેક આઉટ કરાવવા સૂચના આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech