આગામી વિધાનસભાના બજેટ સત્ર પૂર્વે 150 ધારાસભ્યોને નવા ફ્લેટના કબજો સોંપવામાં આવે તે પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે ગુજરાત રાજ્યના માર્ગ મકાન વિભાગ અને પાટનગર યોજના ભવન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા એમએલએ ક્વાર્ટર ચાર બ્લોક પ્રાયોરિટીના ધોરણે તૈયાર કરવામાં આવી રહ્યા છે. નવા સદસ્ય નિવાસમાં પાર્કિંગ, ગાર્ડન, જીમ, કેન્ટીન સહિતની એમેનીટીઝ પણ તબક્કાવાર ઉભી કરવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં સિવિલ વર્ક પુરૂ થયા બાદ ફર્નિચર અને રંગરોગાન કરી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કામ પુરૂ કરવાનો અંદાજ છે.
ગાંધીનગરમાં ધારાસભ્યો માટેના નવા આલિશાન ફ્લેટના કામમાં થોડો વિલંબ થયો હતો પરંતુ સમિતિએ આપેલી સૂચનાના પગલે માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામમાં ઝડપ લાવીને આગામી બજેટ સત્ર પહેલા ફેબ્રુઆરીના અંતમાં ધારાસભ્યોના ફ્લેટ તૈયાર કરીને તેની ચાવી સોંપી દેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રાયોરિટીના ધોરણે હાલ 4 બ્લોકના 150 ફ્લેટ તૈયા2 ક2વા પર ધ્યાન કેન્દ્રિત ક2વામાં આવી રહ્યું છે અને તે મુજબ ફેબ્રુઆરી સુધીમાં રંગરોગાન અને ફર્નિચર સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
સેકટર 17 ખાતે બનેલા પ્રથમ એમએલએ ક્વાર્ટર હતા તે તોડીને ત્યાંની 28 હજાર ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. તેમાં લીવીંગરૂમ, ડ્રોઇંગરૂમ, ચાર બેડરૂમ, કિચન, વર્કિંગ ઓફિસ, ડાઇનિંગ, સર્વન્ટ રૂમ સાથેના નવા લક્ઝુરીયસ ફ્લેટ તૈયાર કરાઇ રહ્યા છે.
ધારાસભ્યોના ફ્લેટ તમામ પ્રકારે વૈભવશાળી બનાવવામાં આવી રહ્યા છે. સારામાં સારી ગુણવત્તા સાથેનું ફર્નિચર પણ દરેક રૂમ અને ડ્રોઇંગ રૂમમાં અપાશે. મોડ્યુલર કિચન બનાવવાશે. એક ફ્લેટના ફર્નિચર પાછળ 38.53 લાખ રૂપિયાનો ખર્ચ ફર્નિચરમાં થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech