તારમામદ સોસાયટીમાં આયુર્વેદ દવાના બહાને લુંટાઓ બંગલામાં ઘુસ્યા : વૃઘ્ધાને બંધક બનાવી એક લાખની રોકડ, સોનાનું બિસ્કીટ, દાગીનાની લુંટ ચલાવી પલાયન : સીસી ફુટેજના ત્રીજી આંખનો કમાલ : પોરબંદર તરફ ભાગેલા બંને શખ્સોને મુદામાલ સાથે પકડી લીધા
જામનગર શહેરના તારમામદ સોસાયટીમાં ગઇકાલે ધોળા દિવસે આયુર્વેદીક દવા આપવાના બહાને એક બંગલામાં ઘુસેલા શખ્સોએ વૃઘ્ધાને બંધક બનાવીને એક લાખની રોકડ, 10 તોલાનું સોનાનું બિસ્કીટ, ચેન સહિતના દાગીના મળી કુલ 14 લાખની દિલધડક લુંટ ચલાવીને પલાયન થઇ જતા ભારે દોડધામ મચી જવા પામી હતી, તાબડતોબ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરી સીસી કેમેરા ચેક કરવા સહિતની તપાસની કાર્યવાહીનો ધમધમાટ આદર્યો હતો, દરમ્યાનમાં પોલીસે 25થી વધુ સીસી ફુટેજની ચકાસણી કરી હતી જેમાં લુંટાઓનુ પગે પોરબંદર તરફ જોવા મળતા આખી રાત તપાસનો ધમધમાટ આદરીને લુંટનો ભેદ ઉકેલી નાખી બંને શખ્સોને મુદામાલ સાથે પકડી લેવામાં આવ્યા છે.
જામનગરના કાલાવડ નાકા બહાર તારમામદ સોસાયટી બ્લોક નં. 26 ખાતે આવેલા નુબી નામના બંગલા ખાતે રહેતા ફરીદાબેન મુસ્તુફાભાઇ અત્તરીયા (ઉ.વ.58) દાઉદી વ્હોરા નામની વૃઘ્ધા ગઇકાલે બપોરના સુમારે પોતાના ઘરે હતા એ દરમ્યાન બે અજાણ્યા ઇસમો આયુર્વેદીક દવા આપવાનું કહીને અંદર ઘુસ્યા હતા, મહિલાને પગથી લાત મારીને નીચે પછાડી દઇ ઢીકાપાટુનો માર મારી મોઢામાં કપડુ ભરાવી દઇ અને કોઇ દોરી વડે તેણીના બંને હાથ પગ બાંધી દઇ બીજા મમાં ગેરકાયદે બંધક, અટકાયત કરી હતી.
દરમ્યાન વૃઘ્ધાએ ગળામાં પહેરેલ 12 ગ્રામની સોનાની ચેઇન કિ. 55 હજારની લુંટ કરી હતી, તેમજ બીજા મની અંદર લુંટાઓએ પ્રવેશ કરીને તિજોરીની ચાવી કે અન્ય કોઇ રીતે તિજોરી ખોલીને અંદરથી ા. 1 લાખ તથા 10 તોલાનું સોનાનુ બિસ્કીટ કિ. 5.50 લાખ તેમજ સોનાની 6 ગ્રામની બુંટી તથા સોનાની બે 3 ગ્રામની ગીની અને સોનાની 4 બંગડી, નવા જુના ભાવની 12 તોલા કિ. 6.60 લાખ ઉપરાંત ચાંદીની વીંટી, માણેક નંગવાળી મળી કુલ 14.07.500ના મુદામાલની લુંટ ચલાવીને શખ્સો પલાયન થઇ ગયા હતા.
આ અંગેની જાણ થતા ભારે દોડધામ મચી ગઇ હતી, તાબડતોબ સીટી-એ ડીવીઝન પોલીસની ટુકડી દોડતી થઇ હતી, ધોળા દિવસે બનેલી ઘટનાથી ભારે ચકચાર મચી જવા પામી છે, દરમ્યાનમાં ફરીદાબેન અત્તરીયા દ્વારા સીટી-એ ડીવીઝનમાં બે અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ઉપરોકત દાગીના સહિતનો મુદામાલની લુંટ ચલાવ્યાની વિધિવત ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદ આધારે સીટી-એ પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગામેતી અને સ્ટાફ દ્વારા તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે, તારમામદ સોસાયટી જેવા ધમધમતા વિસ્તારમાં દિનદહાડે દિલધડક લુંટનો બનાવ સામે આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તાકીદે ચારેતરફ નાકાબંધી કરી હતી ઉપરાંત એફએસએલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી હતી ઉપરાંત પોલીસ દ્વારા આ વિસ્તારના સીસી કેમેરા ચેક કરવા સહિતની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
વધુમા એવી પણ વિગત જાણવા મળી છે કે આયુર્વેદીક દવાના બહાને ઘુસેલા બુકાનીધારી શખ્સોએ ઘરમાં રહેલા વૃઘ્ધા અને એક બાળકને બંધક બનાવ્યા હતા માર મારીને લુંટને અંજામ આપ્યો હતો બંગલામાં ઘુસેલા બંને લુંટાઓએ અંદાજે 20 મીનીટ સુધી આતંક મચાવ્યો હતો, ઘરમાં રહેલી મહિલાને મારકુટ કરી હતી અને સામાન વેરવિખેર કરી નાંખી ભયનું વાતાવરણ ઉભુ કર્યુ હતું. બનાવના પગલે શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.
લુંટની ઘટના સામે આવ્યા બાદ એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લામાં નાકાબંધી કરી બંગલા નજીકના અને આજુબાજુના વિસ્તારના સીસી કેમેરા ચેક કરવા ટુકડીઓ કામે લાગી હતી, આશરે 25થી વધુ સીસી કેમેરાના ફુટેજ એકત્ર કરવામાં આવ્યા હતા, સીટી-એ ડીવીઝનની ટીમ સતત ફુટેજ ચકાસીને આ દિશામાં ટીમને દોડતી કરી હતી. અને લુંટાઓનુ પગેરુ પોરબંદર તરફ જોવા મળ્યુ હતું જેના આધારે પોલીસની ટુકડીઓ એ દિશામાં તપાસ લંબાવી હતી. બંને લુંટાઓ બાઇકમાં આવ્યા હતા અને ફરીથી બાઇકમાં પોરબંદર તરફ જતા હોવાનું ઘ્યાને આવ્યુ હતું. લુંટનો મુદામાલ સગેવગે કરે એ પુર્વે પોલીસ લુંટાઓ સુધી પહોચી ગઇ હતી અને ભેદ ઉકેલી નાખી બંનેને દબોચી લીધા હતા આમ સીસી ફુટેજના ત્રીજી આંખની મદદથી લુંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. લુંટા અંગેની વધુ વિગતો હવે જાહેર કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિટી બસની ગત વર્ષની ખોટ રૂ.૨૮ કરોડ, આ વર્ષે ૩૫ કરોડની ખાધ થવાનો અંદાજ
April 19, 2025 03:34 PMવેપારીઓ આનંદો: જીએસટીની નવી માર્ગદર્શિકા મુજબ સાત દિવસમાં રજિસ્ટ્રેશન શકય બનશે
April 19, 2025 03:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech