પોરબંદરના મિયાણી મરીન પોલીસમથકની હદમાં ૧૪ જુગારીઓ ઝડપાયા છે જેમાં કાંટેલા અને મીયાણીના નાકે અને ગરબીચોકમાં પોલીસે દરોડા પાડયા હતા.
મિયાણી ગામે બે દરોડા
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનીરિક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા દા, જુગારની બદી સદંતર નેસ્તનાબુદ કરવા માટે ખાસ સૂચના કરવામાં આવી હતી અને આપેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એન.એન. તળાવીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ કોન્સ્ટબેલ રાજુ દેવશીભાઇ ઓડેદરાને બાતમી હકીકત મળેલ કે મિયાણી ગામ કોળી ફળીયાના નાકા પાસે જાહેરમાં રસ્તા પર અમુક ઇસમો પૈસા પાના વડે જુગાર રમે છે જેથી તુરંત જ હકીકતવાળી જગ્યાએ જઇ રેઇડ કરતા ચાર ઇસમો ભરત કરશન વાઘેલા ઉ.વ. ૩૭, સુકા સવદાસ જમોડ ઉ.વ. ૩૦, રાજુ કરશન વાઘેલા ઉ.વ. ૩૫, રણમલ રામા જમોડ ઉ.વ. ૫૦ રહે તમામ મિયાણી ગામ, કોળી ફળીયુ તા.જી. પોરબંદર રોન પોલીસ નામનો જુગાર રમતા પકડાઇ જતા તમામ આરોપી પાસેથી રોકડા ા.૧૦,૦૯૦ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી જુગારધારા ક-૧૨ મુજબનો ગુન્હો રજી. કરાવી મિયાણી મરીન પોલીસ સ્ટાફ દ્વારા પ્રસંશનીય કામગીરી કરેલ છે. મિયાણીના ગરબીચોકમાં હર્ષદ માતાજીના મંદિર પાસે જુગાર રમતા અને દ્વારકાના રેલ્વેસ્ટેશન રોડ પર આવેલા ઘનશ્યામ નગરમાં રહેતા દેવુભા ભુરાભા માણેક, મીયાણીના વનરાજભા વજુભા જડીયા, અજુભા વરજાંગભા માણેક અને રાહુલભા ગજુભા ચમડીયાને ૧૫,૧૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા.
કાંટેલામાં દરોડો
કાંટેલા ગામે વાછરાડાડાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા છ ઇસમો વિશાલ ઉફે વિષ્ણુ ડાયાભાઇ ત્રિવેદી ઉ.વ.૨૨, ભરત સુકાભાઇ ચાવડા ઉ.વ. ૩૮, ભગીરથ મનસુખભાઇ ત્રિવેદી ઉ.વ. ૨૭, જશુભા દિલુભા જેઠવા ઉ.વ. ૪૨, અજય ભવાનભાઇ પુરોહિત ઉ.વ.૨૧ મનસુખભાઇ નારણભાઇ ત્રિવેદી ઉ.વ. ૬૩ને પોલીસે પકડી પાડયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech