પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની તપાસમાં એક મોટો અને ચોકાવનારો ઘટસ્ફોટ થયો છે. ચાર વર્ષની તપાસ બાદ તૈયાર કરાયેલ ડોઝિયરમાં જાણવા મળ્યું છે કે પીએફઆઈના કેરળ, કણર્ટિક, તમિલનાડુ, તેલંગાણા, દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, જમ્મુ અને કાશ્મીર અને મણિપુરમાં સેંકડો લિસ્ટેડ સભ્યો અને ઓફિસો છે.અને તેના 13 હજારથી વધુ વિદેશી સભ્યો છે કે જેઓ હવાલા થકી કરોડોનું બેનામી દાન દેશમાં ઠાલવે છે અને બાદમાં તેનો વ્યાપક દુરુપયોગ થાય છે, દેશ વિરોધી પ્રવૃત્તિઓ ત્યાના નિષ્ફળ પ્રયાસ પછી આ સંગઠન પર ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે સિંગાપોર અને પાંચ ગલ્ફ દેશોમાં તેના ઓછામાં ઓછા 13,000 સભ્યો છે, જ્યાંથી અજાણ્યા દાતાઓ પાસેથી રોકડમાં ભંડોળ એકત્ર કરવામાં આવે છે અને હવાલા દ્વારા ભારત મોકલવામાં આવે છે. આ પછી ટ્રસ્ટ અને સંલગ્ન સંસ્થાઓના 29 બેંક ખાતામાં રોકડ જમા કરાવવાનો ખેલ ચાલી રહ્યો છે.
કેરળમાં પણ એક આતંકવાદી કેમ્પ મળ્યો
એક અહેવાલ મુજબ, વિવિધ એજન્સીઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેના 26 ટોચના અધિકારીઓની ધરપકડ કરી છે. એટલું જ નહીં તેની ભારત અને વિદેશમાં આવેલી પ્રોપર્ટી અને બેંક ખાતા જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કેરળમાં આતંકવાદી કેમ્પ હોવાનું પણ જાણવા મળ્યું હતું. ડોઝિયરમાં જણાવાયું છે કે આ સંગઠન દિલ્હીના રમખાણો, હાથરસમાં અશાંતિ અને જુલાઈ 2022 માં પટનામાં તેમની રેલી દરમિયાન પીએમ મોદીના પરના હુમલાના પ્રયાસ પાછળ પણ પીએફઆઈનો જ હાથ હતો.
પીએફઆઈની વિરોધની પદ્ધતિઓ હિંસક
2020 થી ધરપકડ કરાયેલા તેના મુખ્ય અધિકારીઓમાં પીએફઆઈ રાષ્ટ્રીય મહાસચિવ રૌફ શરીફ, કતાર સ્થિત પીએફઆઈ સભ્ય શફીક પાયેથ, દિલ્હી પીએફઆઈ પ્રમુખ પરવેઝ અહેમદ અને સાહુલ હમીદનો સમાવેશ થાય છે, જે સિંગાપોરથી પીએફઆઈ માટે હવાલાનો વ્યવસાય કરે છે.ઈડીએ ડોઝિયરમાં કહ્યું છે કે, પીએફઆઈ નો વાસ્તવિક ઉદ્દેશ્ય ભારતમાં ઇસ્લામિક ચળવળને જેહાદ દ્વારા ચલાવવાનો છે, જો કે પીએફઆઈ પોતાને એક સામાજિક ચળવળ તરીકે રજૂ કરે છે. પુરાવા દશર્વિે છે કે આ સંગઠને અપ્નાવેલી વિરોધની પદ્ધતિઓ હિંસક પ્રકૃતિની છે.
વિદેશી ફંડનો ઉપયોગ ભારતમાં આતંકવાદ માટે
ઈડીએ ડોઝિયરમાં એ પણ જણાવ્યું છે કે આ સંગઠન કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને માં સક્રિય જોવા મળ્યું છે, જ્યાંથી તેનું મોટાભાગનું ભંડોળ જમા થાય છે. એજન્સીએ જણાવ્યું હતું કે, પીએફઆઈ એ ખાડી દેશોમાં રહેતા મુસ્લિમ પ્રવાસીઓ માટે જિલ્લા કાર્યકારી સમિતિઓની પણ રચના કરી છે. તે વિદેશમાં ભંડોળ એકત્ર કરી રહી છે અને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ કરી રહી છે.
આ રીતે પીએફઆઈ પરના શંકાના દાયરા મજબુત બન્યા
ડિસેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના જનરલ સેક્રેટરી કેએ રઉફ શરીફની ધરપકડ કરી હતી. અહીંથી જ ઈડી અને અન્ય એજન્સીઓએ પીએફઆઈ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી જેથી કરીને તેના સમગ્ર નેટવર્ક અને નાણાંના સ્ત્રોતને શોધી શકાય.
શારીરિક શિક્ષણની આડમાં શસ્ત્રોની તાલીમ
ઇડીએ વધુમાં કહ્યું છે કે કેરળના કન્નુર જિલ્લામાં નરથ ખાતે એક હથિયાર પ્રશિક્ષણ શિબિર પણ તપાસ દરમિયાન મળી આવ્યું હતું અને ત્યાં શારીરિક શિક્ષણની આડમાં વિસ્ફોટકો અને શસ્ત્રોના ઉપયોગની તાલીમ આપી રહી હતી. અત્યાર સુધીમાં, મની ટ્રેલમાં પીએફઆઈ અને તેના સહયોગીઓ દ્વારા રૂ. 94 કરોડથી વધુની થાપણો બહાર આવી છે. ઈડીએ રૂ. 57 કરોડની કિંમતની 35 મિલકતો જપ્ત કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech