પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ દેશભરમાંથી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત પોલીસે સુરત અને અમદાવાદમાં મેગા ઓપરેશન કરી ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓને ઝડપી લીધા હતા. રાજકોટ પોલીસે પણ શનિવારથી આ કામગીરી શરૂ કરી હતી અને બે દિવસ દરમિયાન પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ગેરકાયદે રીતે રહેતા ૧૩ બાંગ્લાદેશીઓને ઝડપી લીધા છે. જેમને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં પોલીસ દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે અને આગામી દિવસોમાં વધુ કેટલાક બાંગ્લાદેશીઓ ઝડપાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના હેઠળ ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શનમાં એસ.ઓ.જી. પીઆઇ એસ.એમ.જાડેજા, ક્રાઈમ બ્રાન્ચની ટીમ તથા ઇ.ઓ.ડબલ્યુની ટીમ દ્વારા શહેરમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશોને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે
શહેર પોલીસના આ ઓપરેશન દરમિયાન શહેરના ભગવતીપરા વિસ્તાર, સોની બજાર, રામનાથપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં રહેતા પરપ્રાંતીઓના રહેઠાંણના પુરાવા ચકાસવામાં આવ્યા હતા. પોલીસે બે દિવસ દરમિયાન અહીં ગેરકાયદે રહેતા ૧૩ બાંગ્લાદેશીઓને શોધી કાઢ્યા છે જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ દ્વારા હવે આ બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપ્યાનું સામે આવશે
શહેર પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓને ઝડપી લેવા માટે આ સર્ચ ઓપરેશન યથાવત રહેશે. બાંગ્લાદેશીઓને અહીં મકાન ભાડે આપનાર દ્વારા તેમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ લીધા વગર અને પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપ્યાનું સામે આવશે તો મકાન ભાડે આપનારાઓ સામે પણ પોલીસ ગુના નોંધવા સહિતની કાર્યવાહી કરશે.
સ્ટેટ સેન્ટ્રલ, સ્ટેટ મળી ૧૩ એજન્સી દ્વારા તપાસનો ધમધમાટ: ઘરની જડતી લેવાશે
રાજકોટમાં બાંગ્લાદેશી શખસો ઝડપાયા બાદ સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીએ દ્વારા તપાસનો ઘમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ૧૩ જેટલી એજન્સીઓ દ્વારા બાંગ્લાદેશીઓની પુછપરછ કરવામાં આવી રહી છે.તે કોઇ દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવયેલ છે કે કેમ? સહિતની બાબતો અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. એજન્સીઓ દ્વારા આ બાંગ્લાદશીઓના ઘરના જડતી પણ લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘવારીનો વધુ એક માર: અમૂલ દૂધના ભાવમાં આજ મધરાતથી 2 રૂપિયાનો વધારો લાગુ
April 30, 2025 07:45 PMસુરત શિક્ષિકા-વિદ્યાર્થી કેસ મામલે નવો વળાંક, ફરવા ગયા હોવાનો દાવો
April 30, 2025 07:02 PMરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech