જૂનાગઢમાં તા.૫ જાન્યુઆરીના ૩૯મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે.જેમાં રાજયભરમાંથી ૧૨૦૭ સ્પર્ધકો ગિરનારને સર કરવા માટે દોટ મૂકશે.ગુજરાત રાયના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર ઉપક્રમે જિલ્લ ા વહીવટી તત્રં જૂનાગઢ સંચાલિત રાયકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી ૪ વય ગ્રુપમાંથી કુલ ૧૨૦૭ સ્પર્ધકો પસંદગી પામેલ છે. જેમાં ગૃપ પ્રમાણે સિનિયર ભાઈઓ ૫૫૮, જુનિયર ભાઈઓ ૩૬૬, સિનિયર બહેનો ૧૪૯, જુનિયર બહેનો ૧૩૪ સ્પર્ધકો ભાગ લેશે. પ્રથમ ૧૦ વિજેતા સ્પર્ધકોને કુલ રૂા.૮,૪૦,૦૦૦ના ઇનામો, ટ્રોફી, પ્રમાણપત્રો આપવામાં આવશે.
અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તા.૫ના સવારે ૭ કલાકે યોજાનાર છે.પસંદગી થયેલ સ્પર્ધકોએ તા.૪ના બપોર પછી ૩ કલાકે સિનિયર ભાઈઓ માટે સનાતન ધર્મશાળા, જુનિયર ભાઈઓ માટે તળપદા કોળી જ્ઞાતિવાડી, સિનિયર–જુનિયર બહેનો માટે ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિની વાડી, ભવનાથ તળેટી જૂનાગઢ ખાતે રિપોટિગ કરવાનું રહેશે.આ સ્પર્ધાની પસંદગી યાદી તથા રદ થયેલ નામોની યાદી તથા સ્પર્ધા અંગેની વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નંબર ૦૨૮૫– ૨૬૩૦૪૯૦ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech