ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર અને ભૂતપૂર્વ સાંસદ નિલેશ રાણે, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેની પુત્રી સંજના જાધવ પણ શિંદેની શિવસેનામાં જોડાઈ
મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા 5 વર્ષમાં અણધાયર્િ વિકાસ જોવા મળ્યો છે. 2019ની વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને એનસીપીના ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા હતા. પછી એવું લાગતું હતું કે ચૂંટણી એકતરફી થવાની છે, તેથી એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારે જોરશોરથી પ્રચાર કર્યો. 2019ની ચૂંટણીમાં ઘણા નેતાઓ અલગ-અલગ પક્ષોમાં જોડાયા હતા. 2024ની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે.
અનેક નેતાઓ અન્ય પક્ષોમાં જોડાઈને રાતોરાત ટિકિટ મેળવતા જોવા મળે છે અને રાજકીય પક્ષો પણ અન્ય પક્ષમાંથી આવતા નેતાઓને ખૂબ જ સરળતાથી ટિકિટ આપી રહ્યા છે. મહા વિકાસ અઘાડીમાં કોંગ્રેસ, શિવસેના-યુબીટી, એનસીપી-એસપીનો સમાવેશ થાય છે અને ભાજપ, શિવસેના અને એનસીપી મહાયુતિમાં સામેલ છે, જો કે તેઓ એકસાથે ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ કેટલીક બેઠકો પર એકબીજા સામે ઉમેદવારો પણ ઉભા કયર્િ છે. ત્યારે ભાજપ્ના 12 દિગ્ગજ નેતાઓ શિવસેના શિંદેમાં જોડાયા છે અને તેમને ટિકિટ પણ આપવામાં આવી છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના પુત્ર અને ભૂતપૂર્વ સાંસદ નિલેશ રાણે શિવસેના શિંદેમાં જોડાયા છે. તેમને કુડાલ-માલવણથી ટિકિટ આપવામાં આવી છે. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાવસાહેબ દાનવેની પુત્રી સંજના જાધવ પણ શિંદેની શિવસેનામાં જોડાઈ ગઈ છે. તે કન્નડ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે. રાજેન્દ્ર ગાવિત પણ શિવસેના શિંદેમાં જોડાયા છે. તેમને પાલઘર વિધાનસભા બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભૂતપૂર્વ નેતા વિલાસ તારે પણ શિવસેના શિંદેમાં જોડાયા છે. તેમને બોઈસરથી વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા ભાજપમાંથી શિવસેના શિંદેમાં જોડાયેલા સંતોષ શેટ્ટીને ભિવંડી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવી છે. વરિષ્ઠ નેતા મુરજી પટેલ, જેઓ ઘણા વર્ષોથી ભાજપમાં હતા, તેઓ પણ શિવસેના શિંદેમાં જોડાયા છે. તેમને અંધેરી પૂર્વ વિધાનસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
અમોલ ખતલને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી ન હતી તેથી તેઓ શિવસેના શિંદેમાં પણ જોડાયા હતા. પાર્ટીએ તેમને સંગમનેર વિધાનસભાથી ટિકિટ આપી છે. ભાજપ્ના વરિષ્ઠ નેતા શાઈના એનસી પણ વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેના શિંદે જૂથમાં જોડાઈ છે. પાર્ટીએ તેમને મુંબા દેવી બેઠક પરથી ઉતાયર્િ છે. એ જ રીતે, દિગ્વિજય બાગલ પણ ભાજપમાંથી શિંદે જૂથમાં જોડાયા છે. પાર્ટીએ તેમને કરમાલા વિધાનસભાથી ટિકિટ આપી છે. શિવસેના શિંદે જૂથ દ્વારા ભાજપ્ના ભૂતપૂર્વ નેતા બલીરામ શિરસ્કરને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. બીજી તરફ અજિત પવારે પણ ભાજપ્ના નેતાઓને ટિકિટ આપી છે. એનસીપી તરફથી રાજકુમાર બડોલે, પ્રતાપ પાટીલ ચિખલીકર, નિશિકાંત પાટીલ, સંજય કાકા પાટીલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech