શહેરમાં આપઘાતના બનાવમાં વધુ એક ઉમેરો થયો છે. હત્પડકો ચોકડી નજીક સુખરામનગરમાં રહેતી પરિણીતાએ ઘરે ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. મૃતકના લ થયાને ૧૧ મહિના જેટલો જ સમય થયો હતો. બનાવની જાણ ભકિતનગર પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી.
અપમૃત્યુના બનાવની વિગત મુજબ હત્પડકો ચોકડી નજીક ચારણવાડી પાસે સુખરામનગર–૭માં રહેતી વર્ષાબેન મયુરભાઈ લાંબા (ઉ.વ.૨૬) નામની પરિણીતાએ આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ઉપર મમાં પંખામાં સાડી બાંધી ગળેટુંપો ખાઈ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા નિષ્પ્રાણ દેહ જ પહોંચ્યો હતો.
મૃત્યુ પામનાર પરિણીતાના લ ૧૧ મહિના પહેલા જ રાધનપુર પંથકમાં થયા હતા અને છેલ્લા એકાદ મહિનાથી સુખરામનગરમાં તેના ભાઈના ઘરે પતિ સાથે રહેતી હતી, અને પતિ ભાઈની કાપડની દુકાનમાં જ કામ કરતા હતા સવારે પતિ દુકાને ગયા બાદ મોટો ભાઈ સહિતના નીચે હતા ત્યારે પગલું ભરી લીધું હતું. બનાવના પગલે ભકિતનગર પોલીસે જરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મહાવીર સ્વામીના 2623માં જન્મ કલ્યાણ નિમિત્તે મહારથયાત્રાનું આયોજન
April 10, 2025 11:32 AMકોંગ્રેસનું સંગઠન મજબૂત બનાવવા રાહુલ–ખડગે દેશભરમાં પ્રવાસ કરશે: ગુજરાતમાં તા.૧૫ના આવશે
April 10, 2025 11:28 AMજૂનાગઢ ડીડીઓ આકરાં પાણીએ: બે તલાટી, બે અધિકારી અને સરપંચને સસ્પેન્શન ઓર્ડર
April 10, 2025 11:23 AMજામનગર-લાલપુરમાં વિદેશી દારુની બોટલો સાથે પાંચ પકડાયા
April 10, 2025 11:20 AMસ્વદેશી આયરન ડોમ થયો તૈયાર: ડી–૪ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ પણ વિકસાવાઈ
April 10, 2025 11:18 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech