રાજકોટ જિલ્લાની 108 ની એમ્બ્યુલન્સે જન્માષ્ટમીની મેઘલી રાત્રે બાલકૃષ્ણની પધરામણીનું મુહૂર્ત સાચવી લેતાં ગોંડલ પંથકની પરપ્રાંતિય સગર્ભાની સ્થાનિક નગરીકોની મદદથી પગપાળા અને ટ્રેક્ટર મારફતે હોસ્પિટલ સુધી પહોંચાડી સફળ સુવાવડ કરાવી શકાઈ છે.
વિગતવાર વાત કરીએ તો ગોંડલ તાલુકાના શ્રીનાથગઢના વાડી વિસ્તારમાં રહેતા 25 વર્ષીય સગર્ભા લક્ષ્મીબેન કવીનભાઈ માવીને વરસતા વરસાદમાં પ્રસુતિની પીડા ઉપડી, આ સંજોગોમાં 108 ની ટીમ એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી ન શકે એવી હાલત હતી. આથી આજુબાજુના નાગરિકો શ્રીનાથગઢના વાડી વિસ્તાર સુધી પગપાળા ગયા હતા. ત્યારબાદ સ્થાનિક લોકો ટ્રેક્ટર દ્વારા મદદરૂપ બન્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતી. જ્યાં તેમને સફળ પ્રસુતિ થઈ હતી.
માતા અને નવજાત શિશુ સ્વસ્થ
માતા અને નવજાત શિશુ બંને સલામત હોવાની પુષ્ટિ ગોંડલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનિ ફરજ ઉપરના ડોક્ટર દ્વારા કરવામાં આવી છે. બંનેના સ્વસ્થ સ્થિર અને સુરક્ષિત છે.
આમ 108 ની ટીમ અંતરિયાળ વિસ્તારના નાગરિકો માટે વધુ એક વાર જીવન રક્ષક સાબિત થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech