રાજકોટ મહાપાલિકા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા માટે રીઢા બાકીદારો સામે આકરી કાર્યવાહી હાથ ધરાઇ છે જે અંતર્ગત જુના રાજકોટ વિસ્તારની કંસારા બજાર, બંગડી બજાર અને ભાભા બજાર સહિતની જુની બજારોમાં ૧૦ મિલકતો સીલ કરાઇ હતી અને બપોર સુધીમાં રૂ.૩૭.૬૬ લાખની રિકવરી કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેક્સ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઈવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, વોર્ડ નં.૩માં ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૭૭,૮૦૦, વોર્ડ નં-૬માં
મહીકા માર્ગ પર આવેલ એક યુનિટના બાકી માંગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૦૭ લાખ, વોર્ડ નં.૭માં કંસારા બજાર મેઇન રોડ પર આવેલ સતગુરૂ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર ઉપરના યુનિટ નં.૫ને સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૧૬ લાખ, બંગડી બજારમાં રીદ્ધિ સિદ્ધિ ચેમ્બર્સમાં થર્ડ ફ્લોર શોપ નં.૨,૩ ૪,૫ સહિત કુલ ચાર યુનિટ સીલ,બંગડી બજારમાં ગુણવંતવાડી હાઉસમાં ફર્સ્ટ ફ્લોર ઉપર યુનિટ નં.૧૦૮ ને સીલ, ભાભા બજારમાં બે યુનિટ સીલ, વોર્ડ નં-૧૩માં મહાદેવવાડીમાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૦૨ લાખ, મવડી ફાયર સ્ટેશન કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર-૩૦૧ અને ૩૧૨ ને સીલ, વોર્ડ નં.૧૪મા ઢેબર રોડ ઉપર આવેલ ૧ યુનિટને નોટીસ સામે રીકવરી રૂ.૭૪,૨૨૦,
વોર્ડ નં.૧૫માં રામનગર ઓદ્યોગિક વિસ્તારમાં ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૧૦ લાખ નો ચેક આપેલ, વોર્ડ નં-૧૮માં ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૫૮,૫૦૦નો ચેક આપેલ, કોઠારીયા રોડ ઉપર આવેલ એક યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧.૦૨ લાખનો ચેક આપેલ, કોઠારીયા રોડ પર આવેલ એક યુનિટને સીલ કરવા સહિતની કાર્યવાહી કરાઇ હતી.
ઉપરોક્ત કાર્યવાહી કામગીરી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી તથા આસી.કમિશનર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડ્યા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર સહિતના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વોર્ડ લેવલ સ્ટાફ દ્વારા કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech