રાજકોટમાં ઉતરાયણ ઘાતક બની છે. બપોર સુધીમાં 10 લોકોના પતંગની દોરીથી ગળા કપાયા છે. જ્યારે 21 અકસ્માતની ઘટના બની છે. રાજકોટમાં 108 એમ્બ્યુલન્સ દોડતી થઈ ગઈ છે. તંત્રએ લોકોને બાઈક પર બહાર ન નીકળવા અપીલ કરી છે.
સિવિલમાં ઉત્તરાયણને લઈ 20 બેડનો ખાસ વોર્ડ તૈયાર કરાયો
ઉત્તરાયણનો તહેવાર છે, જેમાં એક તરફ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ ગયું છે, પણ બીજી તરફ પતંગના આ ઉત્સવમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે અને ઇમર્જન્સી કેસોમાં વધારો થયો છે. ત્યારે ઉત્તરાયણના તહેવારમાં અકસ્માતના વધતા બનાવોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે, જેમાં 20 બેડનો ખાસ વોર્ડ ઊભો કરાયો છે તેમજ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. ઇએનટી અને ઓર્થોપેડિક વિભાગોમાં સર્જનો અને વધારાના નર્સિંગ સ્ટાફની ટીમ તહેનાત રાખવામાં આવી છે.
આ ઉપરાંત તમામ જરૂરી દવાઓ અને ઇન્જેક્શનો પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ પ્રકારની ઇજાઓમાં બધી સારવાર એક જ સ્થળે મળી જાય એ માટેનું આયોજન કરાયું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. અને ઉત્તરાયણના દિવસે આવતા કેસોને પહોંચી વળવા ખાસ વ્યવસ્થા ઊભી કરવામા આવી છે,
આ વર્ષે ઉત્તરાયણે 4900 ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા
108 રોજની 3000થી 4000 ઇમર્જન્સી કેસ આવતા હોય છે. ચાલુ વર્ષે 14 અને 15 જાન્યુઆરી 70 ટકા જેટલા કેસો વધે એવું અનુમાન છે. 14 જાન્યુઆરી 4900 ઇમર્જન્સી અને 15 જાન્યુઆરી 4500 ઇમર્જન્સીના કેસો મળી શકે એવું અનુમાન છે. 108ના તમામ સ્ટાફ વિવિધ હોસ્પિટલની સાથે કનેક્ટ રહેશે. મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં કેસો નોંધાઈ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech