બે દરોડામાં ૨૬ હજારની માલમત્તા કબ્જે
દ્વારકામાં સાવિત્રી વાવ વિસ્તારમાં આવેલા યાત્રિક આવાસના મેનેજર હનુભા સીદુભા વાઢેર નામના ૪૪ વર્ષના શખ્સ દ્વારા દ્વારકા ભારતીય યાત્રિકા આવાસના બીજા માળે આવેલા રૂમ નંબર ૧૯ માં બહારથી માણસો બોલાવી, અને અહીં ગંજીપત્તા વડે જુગારનો અખાડો ચલાવીને પોતાના અંગત કાયદા માટે નાલ ઉઘરાવતા આ અંગે સ્થાનિક પોલીસે દરોડો પાડીને અહીંથી હનુભા સીદુભા વાઢેર, બાબુ ભાનુભાઈ ઝાખરીયા, જયેશ ગોવિંદભાઈ ચાવડા, રવાભા ભીમાભા માણેક અને ચંદુભાઈ વલ્લભદાસ સામાણી નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૫,૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં ભાણવડથી આશરે ૧૨ કિલોમીટર દૂર મોટા કાલાવડ ગામે આવેલા ચોકમાં બેસી અને તીનપતિ નામનો જુગાર રમી રહેલા વલ્લભ પાલાભાઈ ચાવડા, મુકુંદ પીઠાભાઈ કનારા, ભીમા મેપાભાઈ વારોતરીયા, માલદે અરશીભાઈ કરમુર અને સાજણ રાણાભાઈ ગાગલીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૧,૭૨૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
***
ગોકુલનગરમાં બે મહિલા સહિત ચાર જુગારીની અટકાયત: બાતમીના આધારે દરોડો : ૧૦ હજારની રોકડ કબ્જે
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સાયોના શેરી ખાતે તિનપતીનો જુગાર રમતા બે મહિલા સહિત ચારની અટકાયત કરવામાં આવી હતી.
જામનગરના સીટી-સી ડીવીઝન પીઆઇ ચૌધરીની સુચનાથી સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે સ્ટાફના યશપાલસિંહ, યુવરાજસિંહ તથા શિવભદ્રસિંહને સંયુકત બાતમી મળેલ કે ગોકુલનગર સાયોના શેરીમાં તિનપતીનો જુગાર રમાય છે.
જે બાતમીના આધારે દરોડો પાડીને ગંજીપતા વડે જાહેરમાં જુગાર રમતા સાયોના શેરીમાં રહેતા વિજય રમેશ બારૈયા, રવિ હિંગળાજ લીલાપરા, ચંપાબેન હિંગળાજ લીલાપરા અને ભાવનાબેન વિજય બારૈયાની અટકાયત કરી હતી અને ૧૦૪૭૦ની રોકડ અને ગંજીપતા કબ્જે કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech