વીંછિયાની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડેટા ઓપરેટર કમ ક્લાર્કની નોકરી અપાવી દેવાના નામે માંગરોળના શખસે રૂ. 10 લાખ છેતરપિંડીથી લઇ લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે.જે અંગે વીંછિયા પોલીસ મકથમાં દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
છેતરપિંડીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, વીંછિયામાં સનાળી ગામે રહેતા અને ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરનાર મહેશભાઇ રામજીભાઈ પરમાર(ઉ.વ ૩૭) દ્વારા વીંછિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે આશિષ રાઠોડ, તેની પત્ની લક્ષ્મી અને ભાઈ કમલેશના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ત્રણેક વર્ષ પહેલા મેં ગાંધીનગર ખાતે ટેટની પરીક્ષા પાસ કરી હોય જેથી ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે ગયો હતો. ત્યારે મિત્ર કાનજીભાઈ જહાભાઈ સુમાણીયા (રહે.ભદ્રાવડી,બોટાદ) મારી સાથે આવેલ હતા. અમારી બન્નેની મુલાકાત ગાંધીનગર ખાતે અમારા સમાજના આશીષભાઈ દાનાભાઈ રાઠોડ સાથે થયેલી અને તેમણે તેમની ઓળખાણ માંગરોળ અર્બન મેડીકલ ઓફીસર તરીકેની આપેલ હતી અને નોકરી બાબતે કંઈ ૫ણ મારી જરૂરીયાત હોય તો મારો તમારે સંપર્ક કરવો તેમ જણાવ્યું હતું.
અઢી વર્ષ પહેલા અમારા સનાળી ગામે સામાજિક પ્રસંગમા આશીષભાઈ દાનાભાઈ રાઠોડ મળતા તેમણે આરોગ્ય પરીવાર કલ્યાણ ગાંધીનગરમાં મારૂ ચાલે છે અને મારા ભાઇ કમલભાઈ રાઠોડ અને પત્ની લક્ષ્મીબેન આરોગ્ય પરીવાર કલ્યાણ ગાંધીનગરમા કામ કરે છે તેમજ હું રાજકોટ સરકારી હોસ્પીટલમા તમને ડેટા ઓપરેટર કમ કલાર્ક વર્ગ-૩ મા નોકરી અપાવી દઈશ તેવું કહી રૂ. 10 લાખની માંગણી કરી હતી.
બાદમાં નોકરી અંગે ટેલિફોનિક વાતચીત થતાં આશીષ રાઠોડ તેમની ફોરવ્હીલ ગાડી લઈને અમારા ઘરે આવ્યો હતો. ત્યારે રૂ. 5 લાખ રોકડા આપ્યા હતા અને બાકીના 5 લાખ થોડા દિવસ બાદ આપવાનું જણાવ્યું હતું. થોડા દીવસ પછી આશિષએ ફોન કરીને નોકરીનો ઓર્ડર થઇ ગયો છે તેમ જણાવ્યું હતું. બાદમાં નોકરીનો ઓર્ડર જોવા ગાંધીનગર લઇ ગયો હતો પણ સાહેબ રજા પર છે કહી ઓર્ડર બતાવ્યો ન હતો. થોડા દિવસ બાદ આશિષની પત્ની અમારા ઘરે આવી ત્યારે ત્રણ લાખ રોકડ તેને આપ્યા હતા.
થોડા દિવસ બાદ આશિષનો ભાઈ કમલેશ ઘરે આવતા રૂ. 2 લાખ રોકડા આપ્યા હતા. બાદમાં નોકરી અંગે ગોળ ગોળ જવાબ આપતાં ફરિયાદી માંગરોળ જતાં તેણે વિશ્વાસ ન હોય તો સિક્યુરિટી પેટે બે અલગ અલગ ચેક આપેલ હતા. બાદમાં ચેકનો સમય પૂર્ણ થઇ જતાં નોકરી કે પૈસા અંગે કોઈ જવાબ નહીં આપતાં અંતે યુવાનને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech