રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે ખુલતી બજારે થયેલી હરાજીમાં ૧,૦૦,૦૦૦ ગુણી મગફળીની આવક નોંધાઇ હતી અને પ્રતિ ૨૦ કિલોના .૧૨૫૦ના ભાવે મુહર્તના સોદા પડા હતા. ચેરમેન જયેશભાઇ બોઘરા વહેલી સવારે યાર્ડએ પહોંચ્યા હતા અને નવી આવકોના વધામણા કરી હરરાજી તેમજ મુહર્તના સોદામાં હાજરી આપી હતી.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ડિરેકટર અતુલભાઇ કમાણી અને દિલીપભાઇ પનારાએ જણાવ્યું હતું કે આજે મગફળીમાં પ્રતિ ૨૦ કિલોનો ભાવ ગુણવત્તા અનુસાર .૯૫૦થી ૧૨૫૦ સુધી બોલાયો હતો. યારે સોયાબિનમાં ૧૦,૦૦૦ ગુણીની આવક સામે પ્રતિ ૨૦ કિલોનો ભાવ .૭૫૦થી ૮૭૦ સુધી રહ્યો હતો. યારે કપાસમાં અંદાજે ૨૦,૦૦૦ મણની આવક થઇ હતી. હવે આગામી એક મહિના સુધી તમામ જણસીઓમાં ઉત્તરોતર આવક વધતી રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્રારા ટૂંક સમયમાં મગફળીની ટેકાના ભાવથી ખરીદી શ કરવામાં આવનાર છે અને ટેકાનો ભાવ .૧૩૫૬ જાહેર કરાયો છે, યારે આજે યાર્ડમાં .૯૫૦થી ૧૨૫૦ સુધીનો ભાવ ઉપજયો હતો. એકંદરે હાલ ખેડૂતોને બજારનો ટેકો મળ્યો નથી તેમ કહેવામાં અતિશયોકિત નથી. ખાસ કરીને પાછોતરા વરસાદને કારણે મગફળીમાં ભેજ બેસી જતા ગુણવત્તા નબળી થઇ છે જેની સીધી અસર ભાવ ઉપર જોવા મળી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech