તુર્કીના ફેમસ શેફ નુસરત ગોકસે પોતાની ખાસ સ્ટાઇલ માટે જાણીતા છે. શેફ નુસરત, જેને સોલ્ટ બે તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની પાસે વિશ્વભરમાં ઘણી મોંઘી રેસ્ટોરાં છે. જેમાં દુનિયાભરના પ્રખ્યાત લોકો ભોજન લેવા આવે છે.
દુબઈમાં નુસરતની એક રેસ્ટોરન્ટ છે. દુબઈમાં નુસરત ઈટ નામની આ રેસ્ટોરન્ટનું બિલ આખી દુનિયામાં વાયરલ થઈ રહ્યું છે. આ બિલ વાયરલ થવાનું કારણ ચૂકવેલ કિંમત છે. આ કિંમત અમુક લાખમાં નહીં પણ કરોડોમાં છે.
પ્રખ્યાત શેફ સોલ્ટ બેએ ગયા અઠવાડિયે તેની દુબઈ રેસ્ટોરન્ટમાં ભોજન માટે ૧૦૮.૫૦૦ ડોલર (આશરે રૂ. ૧ કરોડ)નું બિલ શેર કર્યું હતું. તેનો વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'પૈસા આવે છે, પૈસા જાય છે'. આખું બિલ ૯૦ લાખ રૂપિયાથી વધુ છે.
વાયરલ થઈ રહેલા બિલમાં, લોકોએ ૩,૭૫,૦૦૦ રૂપિયાનું ફૂડ ખાધું અને ૬૫ લાખ રૂપિયા પીણાં પાછળ ખર્ચ્યા. આ સિવાય લોકોને અહીંની સર્વિસ એટલી પસંદ આવી કે તેઓએ ૨૦ લાખ રૂપિયાથી વધુની ટિપ આપી છે. બિલ દર્શાવે છે કે ખોરાક માટે અલગથી લેવામાં આવેલા સ્વીટ માટે ૬૦૦ દિરહામ વસૂલવામાં આવ્યા છે.
જમણવારમાં અનેક વાનગીઓનો ઓર્ડર આપ્યો હતો. જેમાં બીફ કાર્પેસીયો, ગોલ્ડન સ્ટીક, ફ્રેન્ચ ફ્રાઈસ, ગોલ્ડન બકલાવા, ફ્રુટ પ્લેટર ઉપરાંત ટર્કિશ કોફીનો સમાવેશ થતો હતો. તેના ડ્રિંક ઓર્ડરમાં ચાર સ્ટાર માર્ટિન્સ, ચેટો પેટ્રસ ૨૦૦૯ની બે બોટલ, પેટ્રસ ૨૦૧૧ની એક બોટલ અને એક્સક્લુઝિવ લુઈસ ૬ કોગ્નેક ન્યુટના પાંચ ડબલ ગ્લાસનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં તેને ૨ લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. હજારો લોકોએ કોમેન્ટ કરી છે. ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી જંગી ટીપ્સ જોઈને ઘણા લોકો ચોંકી ગયા હતા. એક યુઝરે લખ્યું, 'ભાઈ આટલા ભારે બિલ પર આટલી ટિપ કોણ આપે ?' જ્યારે બીજાએ લખ્યું, 'આ લોકો કોણ છે અને ક્યાંથી આવે છે?'
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech