જામનગરમાં ''બેટી, બચાઓ બેટી પઢાઓ દિવસ'' ની ઉજવણી કરાઈ
જામનગર તા.03 ઓગસ્ટ, રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા “નારી વંદના ઉત્સવ” ની ઉજવણી કરાઈ રહી છે. જેમાં દરરોજ અલગ અલગ થીમ પર વિશેષ દિનની ઉજવણી કરવામાં આવે છે. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા જામનગરમાં મીનાક્ષી ગ્રુપ ઓફ સ્કૂલ ખાતે ''બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ'' મનાવવામાં આવ્યો હતો.
સમારોહ દરમિયાન ઉપસ્થિત સર્વેને પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ વિશે વર્કશોપ, ગુડ ટચ બેડ ટચ વિષે જાણકારી તથા પોકસો એક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ માટે બેટી બચાઓ બેટી પઢાઓની થીમ પર નાટક નિર્દશન કરવામાંં આવ્યુંં હતુંં. તેમજ શાળાની કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઉકત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાંંથી શ્રી નીરજ મોદી, જિલ્લા બાળ સુરક્ષા વિભાગમાંથી શ્રી સિયાર સાહેબ, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી સુશ્રી સોનલ વર્ણાગર, શાળાના ટ્રસ્ટીશ્રી લલિત પટેલ, શાળાના આચાર્ય શ્રી કિરણબેન અંબાસણા તેમજ 150 જેટલી વિદ્યાર્થીનીઓ હાજર રહી હતી.
000000
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકામાં ભારતીય વિધાર્થીઓની સંખ્યા સૌથી વધુ થઇ
November 19, 2024 11:12 AMમહારાષ્ટ્ર્ર–ઝારખંડમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત, આવતીકાલે મતદાન, ૨૩મીએ પરિણામ
November 19, 2024 11:10 AMવૈશ્વિક સંઘર્ષને કારણે ખાદ્ય, ઈંધણ અને ખાતરનું સંકટ ઉભું થયું: મોદી
November 19, 2024 11:07 AMજામનગરમાં આંખનો નિઃશુલ્ક કેમ્પ
November 19, 2024 11:07 AMધુમ્મસનો કહેર: ગ્રેટર નોઈડામાં બે ટ્રક અને બસ અથડાયા, ૧૯ ઘાયલ
November 19, 2024 11:05 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech