ખંભાળિયા તાલુકાના ધરમપુર ખાતે નાટક થકી મતદારોને ‘મતદાન જાગૃતિ સંદેશ’ પાઠવાયો
“હું અવશ્ય મતદાન કરીશ” નાં શપથ લેતા ગ્રામજનો
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત તા. ૦૭ મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. દરેક નાગરિક મતદાન કરવા અંગે જાગૃત બને અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયામાં ભાગીદાર બને તે માટે ૧૨ - જામનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૮૧ - ખંભાળિયા મતદાર વિભાગનાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જી.ટી.પંડ્યાના દિશા-નિર્દેશ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લોકોને જાગૃત કરવાના હેતુથી સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) કાર્યક્રમ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જેમાં ૮૧ – ખંભાળિયા મતદાર વિભાગમાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટાના નેતૃત્વ હેઠળમહત્તમ મતદાન થાય તે માટે જુદા જુદા વ્યાપક પ્રમાણમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે ધરમપુર ખાતે શેરી નાટક થકી મતદાર જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં નાટ્ય કલાકારોએ મતદાન જાગૃતિ સંદેશ આપતું પ્રેરણાત્મક નાટક પ્રસ્તુત કરી લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા. ખાસ કરીને મહિલા મતદાતાઓ પરિવાર સાથે મહત્તમ મતદાન કરે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. બાદમાં ગ્રામજનોએ પરિવાર સાથે અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે “હું અવશ્ય મતદાન કરીશ” નાં શપથ લીધા હતા.
ઉલ્લેખનીય છે કે, આ નાટ્ય કલાકારો દ્વારા આગામી ૩ દિવસ સુધી ૮૧ – ખંભાળિયા મતદાર વિભાગમાં વિવિધ સ્થળોએ નાટકના માધ્યમથી મતદાર જાગૃતિ લાવવા અંગે પ્રયાસ કરવામાં આવશે.
આ તકે મામલતદારશ્રી વી.કે. વરૂ,
કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાગાયાત કચેરી જામનગર ખાતે કીચન ગાર્ડન બનાવવા રાહત દરે શાકભાજીના બિયારણ તથા સેન્દ્રીય ખાતરનું વિતરણ
November 19, 2024 06:18 PMરિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા અંગે રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
November 19, 2024 05:52 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech