જામનગર કલેક્ટર કચેરીના સંભાખડ ખાતે જિલ્લા કલેકટર ભાવીન પંડ્યા દ્વારા જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછરી રહેલ ત્રણ શિશુઓને દત્તક વિધાન થકી વડોદરા તથા કચ્છના દંપતીઓને સોંપાયા હતા. આમ CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)ના માધ્યમથી જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ત્રણ શિશુઓને માં-બાપની હુંફ મળી છે તો વડોદરા અને કચ્છના ત્રણ પરિવારો સંપુર્ણ બન્યાં છે.કચ્છના એક તથા વડોદરાના બે દંપતિઓએ જામનગરના આ ત્રણ બાળકોને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેકટર ભાવીન પંડ્યાના આદેશ બાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકોને કલેક્ટરશ્રીના હસ્તે દતક વિધાન થકી તેના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.
દતકવિધાન વેળાએ બાળકને દત્તક લેનાર વડોદરાના વાલીએ હર્ષભેર જણાવ્યું હતુ કે બાળક દત્તક લેવા અંગે અમે નોંધણી કરી ત્યારથી લઈ અમને બાળક મળ્યુ ત્યા સુધી સ્થાનિક તંત્ર તથા કસ્તુરબા વિકાસ ગૃહે અમને ખુબ મદદ કરી. સરકારના વિવિધ વિભાગોએ અમને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ સહકાર આપ્યો. તેમના આ સહકારને કારણે આજે અમારો પરીવાર પરિપૂર્ણ થયો છે. તેમ જણાવી દરેક અનાથ બાળકને વાલીરૂપી નાથ મળે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી.
વડોદરાના જ અન્ય એક વાલીએ જણાવ્યું કે અમે આજથી ત્રણ વર્ષ પહેલા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના માધ્યમથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી.અને આજે અમને બાળક નહી પરંતુ ખુશીઓ મળી છે. આજે અમારો પરિવાર સંપૂર્ણ બનતા અમે ખુબ જ ખુશ છીએ. આજે દુનિયામાં અનેક એવાં નિરાધાર બાળકો છે કે જેમને વાલીની જરૂર છે જ્યારે અનેક એવાં દંપતી પણ છે કે જેઓ સંતતિ સુખ થી વંચિત છે. ત્યારે આ પ્રકારની મદદ બંને માટે આશીર્વાદરૂપ છે.તેમ જણાવી આવા બાળકોને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્ર જામનગર, બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબગસરા શહેરમાં ડીએપી ખાતર માટે ખેડૂતોની લાઇનો લાગી
November 18, 2024 11:56 AMબગસરાના હડાળા પાસે પરિવારને અકસ્માત નડયો: ૧ મોત ૧૫ને ઇજા
November 18, 2024 11:55 AMકાશ્મીરમાં હિમવર્ષાના પગલે શિયાળાનું આગમન: હજુ ઠંડી વધશે
November 18, 2024 11:53 AMગોંડલ યાર્ડમાં સિઝનની પ્રથમ મરચાની આવક મુહર્તમાં રેકોર્ડબ્રેક ભાવ રૂા.૨૩,૧૧૩ સુધી બોલાયા
November 18, 2024 11:52 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech