રસીકરણ અંગે ગેરમાન્યતા દુર કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દરેડની આરોગ્ય ટીમે ૮ બાળકોનું રસીકરણ કર્યું
જામનગર તા.૩ ફેબ્રુઆરી, જામનગર તાલુકાના દરેડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળકોના રસીકરણ માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં સ્થળાંતર કરીને દરેડ ગામે વસતા મજૂરી કામ કરતાં લોકોમાં એવી ગેરમાન્યતા હતી કે બાળકોને રસી આપવાથી તાવ આવી જાય , પગ સોજી જાય અને બાળક રડ્યા જ કરે. દરેડ આરોગ્યની ટીમ જ્યારે અહી બાળકોનું રસીકરણ કરવા પહોંચી ત્યારે બાળકોના પરિવારજનોએ ના પાડતાં આરોગ્યની ટીમ દ્વારા તેઓને રસીકરણ અને તેના ફાયદા વિષે સમજૂતી આપ્યા બાદ ૮ બાળકોને મીઝલ્સ રૂબેલા , ડી.પી.ટી , હિપેટાઈટિસ-B , ન્યુંમોકોકલ , પી.સી.વીની રસી આપવામાં આવી હતી.
આ કામગીરી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા , તાલુકા હેલ્થ ઓફીસર ડો.જગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ એફ.એચ.ડબલ્યુ કાજલબેન રાવલીયા ડાકોરા સુજાનાબેન દ્વારા કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech