માર મારીને ધમકી દીધાની બે શખ્સ વિરુઘ્ધ ફરીયાદ
જામનગરના ત્રણ દરવાજા પાસે બે દિવસ પહેલા અગાઉ કરેલી ફરીયાદ બાબતનો ખાર રાખીને બે શખ્સોએ વાઘેર યુવાનને છરી અને ઢીકાપાટુ વડે માર મારી ઇજા કર્યાની તેમજ ધમકી દીધાની પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર બચુનગરના ગેઇટ પાસે રહેતા ઇકબાલ હારુનભાઇ ગજીયા (ઉ.વ.૩૪) નામના યુવાને સીટી-બી ડીવીઝનમાં જામનગરના કુલદીપસિંહ ઉર્ફે લાલભા ઢીંગલી નટુભા પરમાર અને બિપીન ઉર્ફે લાકડી નામના બે ઇસમ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ગત તા. ૧૯ના ત્રણ દરવાજા પાસે આવેલી હોટલ નજીક આરોપીઓએ અપશબ્દો બોલી છરી વડે ફરીયાદીને બે ઘા ઝીંકી દઇ ઇજા પહોચાડી હતી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી દઇ એકબીજાને મદદગારી કરી હતી. આરોપી કુલદીપસિંહ વિરુઘ્ધ આશરે બારેક વર્ષ પહેલા ફરીયાદીની ભાણેજે ફરીયાદ કરેલ હોય જેનો ખાર રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application