લેખિત ફરિયાદ પછી ઉપરથી સુચના આવતાં દબાણ હટાવવાનું ‘નાટક’ કર્યું..!!!
ખંભાળિયાના શારદા સીનેમા રોડ પર એક દુકાનદારે ટ્રાફિકને અડચણ થાય તે રીતે અને બાજુના વેપારીને નડતરરૂપ બને તેવી રીતે સરકારી જમીન પર કેબીનનું દબાણ કર્યું હતું.
આ દબાણ હટાવવા મૌખિક રજુઆતો પછી ભવ્ય એ. ગોકાણી નામના વેપારીએ નગરપાલિકા, પોલીસ, મામલતદાર વગેરે કચેરીઓમાં અવાર-નવાર લેખિત રજુઆતો કરી હતી. આમ છતાં કોઇ તંત્રએ આ દબાણ નહીં હટાવતાં સરકારી પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે ઉપરથી સુચના આવતાં તા.27ના બપોરે નગરપાલિકાના તંત્રએ આ દબાણ હટાવવા કાર્યવાહી કરી હતી.
પરંતુ આશ્ર્ચર્યજનક રીતે આ હટવાયેલી કેબીન કલાકોમાં જ જાહેર માર્ગ પર ગોઠવાઇ ગઇ છે. આ સ્થિતિ જોતા એમ લાગે છે કે, આ દબાણ હટાવવાની ત:વીરો પાડી ઉપરી અધિકારીને મુર્ખ બનાવવામાં આવ્યા છે કે શું? સવાલ એ પણ ઉભો થાય છે કે આ દબાણવાળી કેબીન નગરપાલિકાએ જપ્ત શા માટે નથી કરી? શું દબાણકારની દાદાગીરી સામે નગરપાલિકાનું તંત્ર વામણું છે? ખંભાળિયામાં આ દબાણનો કિસ્સો ભારે ચકચારી બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની દરેડ ૧૦૮ ની ટીમની પ્રમાણિકતા
November 20, 2024 01:02 PMબંધ કારખાનાના માલીકના નામે જી.એસ.ટી. કૌભાંડ કરનાર મેતાજીને જામીન મુકત કરતી અદાલત
November 20, 2024 01:00 PMએસ.ટી. કંડક્ટર અને ડ્રાઈવરની સુંદર કામગીરી
November 20, 2024 12:57 PMશિયાળુ પાક માટે જરૂરી ડીએપી ખાતર નહીં મળતા ધરતીપુત્ર ફરી મુકાયા ચિંતામાં
November 20, 2024 12:54 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech