32 કિ.મી.માંથી શહેરની હદ વધીને 128 કિ.મી. થઇ ગઇ છે, કામનો ભાર ખુબ જ વઘ્યો હોય ચાર જેટલા કાર્યપાલક ઇજનેરની નિમણુંક તાત્કાલીક કરવી આવશ્યક: છ મહીનાથી બઢતીની ફાઇલમાં કાવટ !!: હવે તો સેટઅપ પ્રક્રિયા ઝડપથી થાય તેવું કર્મચારીઓ ઇચ્છી રહ્યા છે
જામનગર મહાનગરપાલિકામાં અનેક અધિકારીઓ છેલ્લા બે વર્ષમાં નિવૃત થયા છે, કેટલાક અધિકારીઓ તો સ્વૈચ્છાએ રાજીનામા ધરી દીધા છે, ચાર-ચાર કાર્યપાલક ઇજનેરની જગ્યા ખાલી છે, શહેરની હદ વધીને 128 કિ.મી. જેટલી થઇ ગઇ છે, સાતમ-આઠમ પહેલા ત્રણેક જેટલા ઇજનેરોને તાત્કાલીક કાર્યપાલક ઇજનેર બનાવવામાં આવશે તે વાત નકકી હતી, 235 કર્મચારીની ભરતીની પ્રક્રિયા પણ જાહેર થયા બાદ તાત્કાલીક રોકી રાખવામાં આવી છે તેની સાથે પ્રમોશન પણ રોકાયા છે, નાયબ ઇજનેરોને ઘોર અન્યાય થઇ રહ્યો છે, આ પ્રમોશન રોકવામાં કયું પરીબળ કામ કરી ગયું ? કોઇ રાજકીય દબાણને કારણે આ ફાઇલ રોકાયેલી પડી છે કે કેમ ? તે અંગે ચચર્ઓિ શ થઇ છે, દિવાળીને લગભગ 11 દિવસ બાકી છે, જનરલ બોર્ડમાં સેટઅપ પણ મંજુર થઇ ગયું છે ત્યારે હવે તાત્કાલીક અસરથી નાયબ ઇજનેરોને કાર્યપાલક ઇજનેર બનાવીને કામની યોગ્ય વેંચણી થાય તે ખુબ જ જરી છે. અધિકારીઓ પાસે એકથી વધુ ચાર્જ છે, ત્યારે હવે મ્યુ.કમિશ્નરે આ દિશામાં કોઇ કદમ ઉઠાવવું જોઇએ તેવું કર્મચારીઓમાં બોલાઇ રહ્યું છે.
જામનગર મહાનગરપાલિકામાં પ્રથમ તો સેક્રેટરીની મહત્વની જગ્યા ખાલી છે અને હાલ આ જગ્યા ઉપર ઇન્ચાર્જ તરીકે બુઘ્ધભટ્ટી ફરજ બજાવી રહ્યા છે, પીઆરઓમાં પણ કોઇ કાયમી કર્મચારીની નિમણુંક કરવામાં આવી નથી, સૌથી મહત્વની ગણાતી ઓડીટ વિભાગમાં પણ ચીફ ઓડીટરની જગ્યા લાંબા સમયથી ખાલી છે, સરકારમાંથી પણ આ જગ્યા ભરાતી નથી કે કોર્પોરેશન પણ આ અંગે કોઇ કાર્યવાહી કરતું નથી, ત્યારે કેટલાક વિભાગો માત્ર ઇન્ચાર્જ ઉપર ચાલી રહ્યા છે.
વોટર વર્કસ શાખામાં કાર્યપાલક ઇજનેરની જગ્યા તાત્કાલીક ભરવાની જર છે, આ જગ્યા ઉપર અગાઉ પણ નિમણુંક કરાશે તેવી વાતો વહેતી થઇ હતી, અલ્પેશ ચારણીયા અને નરેશ પટેલ બેમાંથી એકને કાર્યપાલક ઇજનેરનો હવાલો સોંપવામાં આવે તેવી શકયતા છે. જયારે સીનીયર કાર્યપાલક ઇજનેર ગણાતા એસ્ટેટ વિભાગના નિતીન દિક્ષીતનું પણ નામ કાર્યપાલક ઇજનેરનું પ્રમોશન મેળવવા મોખરે છે. જયારે સિવીલ શાખાના હિતેશ પાઠક જે હંમેશા બિનવિવાદાસ્પદ રહ્યા છે તેમને પ્રમોશન આપવા માટે નામ મોખરે છે પરંતુ કોણ જાણે કેમ ફાઇલ આગળ વધતી નથી, આમ ત્રણથી ચાર નાયબ ઇજનેરોને કાર્યપાલક ઇજનેર બનાવવામાં આવે તો અન્ય અધિકારીઓ ઉપર કામગીરીનું જે વધુ ભારણ છે અટકી જાય.
જનરલ બોર્ડમાં 2015 પછી નવું સેટઅપ મંજુર થઇ ગયું છે જેના નિયમો પણ મંજુર થયા છે અને આજે જનરલ બોર્ડમાં એને આખરી ઓપ આપવામાં આવશે ત્યારે કોર્પોરેશનના અન્ય વિભાગોમાં પણ હાલત બહુ ખરાબ છે, આરોગ્ય શાખા અને ફાયર શાખામાં થોડા કર્મચારીઓની ભરતી કરવામાં આવી જેથી થોડી રાહત થઇ છે, મ્યુ.કમિશ્નરે હવે દિવાળી પહેલા જે તે લાયક અને સિનીયોરીટીમાં આગળ હોય અને જેમને અન્યાય થઇ રહ્યો છે તેવા કર્મચારીઓેને તાત્કાલીક અસરથી નિમણુંક આપવી જોઇએ.
લાઇટ શાખામાં જે વ્યકિત કામ કરે છે તે કાયમી વ્યકિત નથી, તેના ઉપર ભારણ બેસાડી દેવામાં આવ્યું છે, લાઇટ જેવી મહત્વની શાખામાં કોર્પોરેશનના કોઇ કાયમી કર્મચારીને નાયબ કાર્યપાલક ઇજનેર બનાવાયા નથી અને આમને આમ ગાડી ચાલતી રહે છે. એવી જ રીતે ભૂગર્ભ ગટર શાખા અને વોટર વર્કસમાં પણ અનેક જગ્યાઓ ખાલી છે એટલે કે હવે સેટઅપની કાર્યવાહી ઝડપથી થાય, ભરતીની નવી પ્રક્રિયા વિના વિરોધે થાય અને ઝડપથી આ કાર્યવાહી થાય તે માટે પ્રયાસો જરી છે, અગાઉ ભરતીની જાહેરાત અપાયા બાદ શા માટે એકાએક જાહેરાત રદ કરી દેવામાં આવી ? તે હજુ રહસ્ય જ છે, ત્યારે હવે બોર્ડની મંજુરી પણ મળી ગઇ છે ત્યારે સેટઅપમાં જરી નિયમને લઇને બઢતી-બદલી કરવામાં આવે તો કામગીરીમાં પણ થોડી ઝડપ આવે.
ખેર હવે દિવાળીના દિવસો આવવાને દોઢ અઠવાડીયાની વાર છે, અધિકારીઓ-કર્મચારીઓ દિવાળી પહેલા તેમના ઘેર લાપસીના ઘેર આંધણ મુકાવશે કે કેમ ? મ્યુ.કમિશ્નરે હવે ગંભીરતાપૂર્વક બઢતી-બદલીની કાર્યવાહી ઝડપથી કરવી જોઇએ તેવું કર્મચારીઓમાં પણ બોલાઇ રહ્યું છે ત્યારે જેમ બને તેમ વધુ ઝડપથી આ પ્રકારની કાર્યવાહી થાય તે ખુબ જ જરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech