40 લાખ પિયા લીધા બાદ 81 લાખ વ્યાજ પેટે ચૂકવી દીધા છતાં પઠાણી ઉઘરાણી
એકટીવા, ટ્રેક્ટર પડાવી લીધા બાદ એક મકાનના દસ્તાવેજ પણ લખાવી લીધા
જામનગરમાં વડાપાઉંનો ધંધો કરતા યુવાને જુદા જુદા સમયે અલગ અલગ 15 લોકો પાસેથી આશરે 40 લાખ થી વધુની રકમ ઊંચા વ્યાજે લીધી હતી. તે માટે આશરે 81 લાખ જેટલી રકમ વ્યાજ સહિત ચૂકવી હોવા છતાં પોતાને ધાક ધમકી આપવામા આવતાં 15 વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત પોતાનું સ્કૂટર અને સસરાનું ટ્રેકટર પચાવી પાડવા અને મકાનનો દસ્તાવેજ લખાવી લઇ અલગ અલગ ચેક પરત કરાવી તે અંગેની ફરિયાદ પણ પોતાની સામે કરવામાં આવી હોવાનું અને સસરાના ઘરમા તોડફોડ કરવાની ફરિયાદ કરી છે. થોડો સમય શાંત રહયા બાદ ફરી વ્યાજખોરોએ માથુ ઉચકયુ છે અને ચામડા ચીરી નાખે તેવું વ્યાજ વસુલીને પઠાણી ઉઘરાણી કરતા આખરે મામલો પોલીસ મથકમાં લઇ જવામાં આવતા ફરીયાદના આધારે આરોપીઓની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતીમાન કયર્િ છે.
હાલ ફાચરીયા ગામ, મૂળ જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં રહેતા અને જામનગરની જી. જી. હોસ્પિટલ સામે ભુતનાથ વડાપાઉં નામથી દુકાન ચલાવતા કમલેશ રાજુભાઈ સોલંકી (ઉ.વ.29)એ પોતાને ધમકી આપવા અને પોતે આપેલા ચેકોમાં મન ઘડત રકમ ભરીને તે બેંકમાંથી પરત કરાવીને પોતાની સામે ચેક પરત ફરવાની ફરિયાદ કરવા તેમજ પોતાનું સ્કૂટર અને પોતાના સસરાની માલિકીના ટ્રેક્ટરનો બળજબરીથી કબજો મેળવી લેવા અને સસરાના ઘરમાં તોડફોડ કરવા અંગે મોડા ગામના કનકસિંહ જાડેજા, જયરાજસિંહ કનકસિંહ જાડેજા, જામનગરના જયદીપસિંહ જાડેજા, જામનગરના યોગેશ કોળી, રામેશ્ર્વરનગરના દુષ્યંતસિંહ ઝાલા, નવાગામ ઘેડના અભિરાજસિંહ, અર્જુનસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, ગાંધીનગરના હરપાલસિંહ ઝાલા, બેડેશ્ર્વરના સાદિક સફિયા, સરમત પાટીયા પાસે રહેતા અતુલ મેઘાણંદ ગઢવી, રામેશ્ર્વરના સલીમ, ગાંધીનગર રોડ પાસેના જી ફાયનાન્સના માલિક, રામેશ્ર્વરનગરના રાજ આહીર અને જનતા ફાટક પાસે રહેતા વિજયસિંહ રાઠોડ સામે સીટી-બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તમામ આરોપીઓ સામે ગેરકાયદે નાણાની ધિરધાર કરવા સહિતની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધ્યો છે.
ફરિયાદી કમલેશભાઈ સોલંકીને ધંધામાં નાણાની જરૂરિયાત ઊભી થતાં તેમણે અલગ અલગ સમયે અલગ અલગ વ્યક્તિ પાસેથી ઉંચા વ્યાજ દરે આશરે 46 લાખથી વધુની રકમ વ્યાજ લીધી હતી અને તેમાં કુલ 81 લાખથી વધુ રકમ ચૂકવી દીધા હોવા છતાં પણ વધુ રકમ માંગવામાં આવતી હતી અને તે માટે ધાક ધમકી આપવા માં આવતાં આખરે તેણે આ અંગે પોલીસમા ફરિયાદ નોંધાવી છે જેની તપાસ પો.સબ.ઇન્સ. ઝેડ. એમ. મલેક ચલાવી રહ્યા છે.
ફરીયાદી પાસેથી 10 ટકાથી લઇને 15 ટકા સુધીનું વ્યાજ વસુલ કરવામાં આવતુ હતું ત્રણેક વર્ષના ગાળામાં અલગ અલગ વ્યાજખોરો પાસેથી 30 હજારથી લઇને 13 લાખ સુધીની રકમ વ્યાજે લીધી હતી અને તેની બમણી રકમ ચુકવી આપી હતી તેમ છતા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી, 40 લાખથી વધુ જુદી જુદી ટકાવારી પ્રમાણે જુદા જુદા સમયે પીયા લઇ કુલ 81.44 લાખ વ્યાજ ભરેલ હોય તેમ છતા ઉપરોકત આરોપીઓ હજુ વધુ વ્યાજ માંગતા હતા આથી પોલીસમાં મામલો લઇ જવામાં આવ્યો હતો, અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષોમાં રાજયમાં પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ઝુંબેશ આદરવામાં આવી હતી અને આ ઝુંબેશના ભાગપે લોક દરબાર યોજાયા હતા, ઘણા બધા લોકો વ્યાજખોરો સામે ફરીયાદ માટે આગળ આવ્યા હતા અને પગલા લેવાયા હતા, ફરી એકવાર વ્યાજના વિષચક્રનું પ્રકરણ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: સોનોગ્રાફી મશીન વિવાદ ચાર મશીન જીજી હોસ્પિટલમાં છે કાર્યરત
November 20, 2024 06:12 PMજામનગર પોલીસની ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત કામગીરી, સીટી બી પીઆઇ ચેકિગમાં જોડાયા
November 20, 2024 06:06 PMયુપીના કરહાલમાં યુવતીએ બીજેપીને વોટ આપવાનું કહેતા સપા ના કાર્યકરો દ્વારા કરાય હત્યા
November 20, 2024 05:04 PMતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech