જામનગર– ખંભાળિયા ધોરી માર્ગ પર વસઈ તેમજ બેડ ગામના પાટીયા પાસે અલગ અલગ બે વાહન અકસ્માતમાં એક મહિલા સહિત બે વ્યકિતના મૃત્યુ નીપયા છે. સિક્કામાં રેહેતો ટ્રક ચાલક યુવાન પોતાનું બાઈક લઈને તેમાં પત્ની અને પુત્રને પાછળ બેસાડીને સચાણા જઈ રહ્યો હતો, દરમિયાન વસઈની ગોલાઈ પાસે બાઈક સ્લીપ થઈ જતાં પતિ–પત્ની અને પુત્ર ઘાયલ થયા હતા, જે પૈકી બાઈક ચાલક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપયું છે. જયારે બેડ ગામના પાટીયા પાસેથી પગપાળા ચાલીને જઈ રહેલી એક વૃદ્ધ મહિલાને મીની બસના ચાલકે ઠોકરે ચડાવતાં ઘટના સ્થળે જ મૃત્યુ નિપયું છે.
જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતો હસન જુનશભાઈ સંધાર (ઉ.વ.૩૩) કે જે ટ્રકમાં ડ્રાઇવિંગ કામ કરે છે. જે ગત ૧૮મી તારીખે પોતાનું બાઈક લઈને સિક્કા ગામ થી સચાણા ગામ તરફ જઈ રહ્યો હતો, અને બાઈકમાં તેની પત્ની અને ૬ વર્ષના પુત્રને સાથે બેસાડા હતા.
દરમિયાન તેનું બાઈક વસઇ ગામની ગોળાઈ પાસે સ્લીપ થઈ ગયું હતું, જેમાં પતિ પત્ની અને બાળક ત્રણેય ઈજાગ્રસ્ત બન્યા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જે અકસ્માતમાં બાઈક ચાલક હસન જુનુશ સંઘારનું હેમરેજ સહિતની ગંભીર ઈજા થવાના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપયું છે. જયારે તેની પત્ની અને પુત્રને સારવાર આપી દેવાયા પછી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ અકસ્માત મામલે પોલીસને જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા વધુ તપાસ ચલાવી રહ્યા છે. બેડ ગામના પાટીયા પાસે બન્યો હતો. ત્યાંથી પસાર થઈ રહેલી જામનગર ની ખાનગી મીની લકઝરી બસ ન.ં જીજે૧૬–ઝેડ–૩૨૪૦ના ચાલકે રાહદારી અજ્ઞાત વૃદ્ધ મહિલાને હડફેટમાં લઈ લેતાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેમજ તેનો ડાબો પગ કપાઈ ગયો હોવાથી ઘટના સ્થળે જ કમ કમાટી ભયુ મૃત્યુ નીપયું હતું. આ અકસ્માતના બનાવ અંગે સામાજિક કાર્યકર દ્રારા પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.આર.એચ.બાર તેમજ પોલીસે હેડ કોન્સ્ટેબલ સી.ડી. ગાંભવા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, યારે મીની લકઝરી બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે. મરણજનારે શરીરે સફેદ જેવા કલરની ફત્પલની ડીઝાઇનવાળી સાડી અને માથે બ્લુ જેવા કલરનું ગરમ સ્વેટર પહેરલ છે, માનસીક રીતે અસ્વસ્થ હોવાનું પણ જાણવા મળેલ છે મૃતકના વાલી વારસ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે. આ અંગે બેડ ગામના અનિરુધ્ધપુરી ગોસ્વામીએ સિકકા પોલીસમાં ટેમ્પો ટ્રાવેલર મીની બસના ચાલક સામે ફરીયાદ કરતા તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પ અને પુતિન ખાવા-પીવાનું ભૂલી શકે પરંતુ આ બ્રીફકેસ ક્યારેય નથી ભૂલતા! જાણો આટલું ખાસ કેમ
November 19, 2024 11:58 AMખંભાળિયામાં આપ દ્વારા હોસ્પિટલમાં થતી ગેરરીતિ સંદર્ભે આવેદન અપાયું
November 19, 2024 11:56 AM'કંતારા 2' નું અમેઝિંગ ટીઝર રિલીઝ
November 19, 2024 11:56 AMશોભિતા સોનાની જરીની કાંજીવરમ સાડી પહેરી ફેરા લેશે
November 19, 2024 11:54 AMખંભાળિયામાં આજે રઘુવંશી જ્ઞાતિના સમૂહ પ્રસાદનું આયોજન
November 19, 2024 11:51 AMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech