મૃતકની ઓળખ મેળવવા તપાસ : ટ્રક-ટેન્કર ચાલકની શોધખોળ
મેઘપર વિસ્તારમાં બે દિવસ પહેલા બપોરના સુમારે ટ્રક-ટેન્કરના ચાલકે ગફલતભરી રીતે ચલાવીને એક અજાણ્યા પુરૂષને હડફેટે લઇ મોત નિપજાવ્યુ હતું આ અંગે ચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. જયારે પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા સહિતની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
મોટી ખાવડી સતીવાડી વિસ્તારમાં રહેતા સામાજીક કાર્યકર વિપુલસિંહ જાડેજાએ ગઇકાલે મેઘપર પોલીસમાં ટ્રક નં. જીજે-12-બીએકસ-9378ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
વિગત મુજબ ગત તા. 13ના બપોરના 12 વાગ્યાના સુમારે ઉપરોકત નંબરના ટ્રક-ટેન્કરના ચાલકે આજુ બાજુ જોયા વીના ગફલત અને બેફીકરાઇથી પોતાનું વાહન ચલાવીને આશરે 40 થી 45 વર્ષના એક અજાણ્યા માણસ ઉપર ટાયર ફેરવી દેતા ગંભીર ઇજા સબબ તેનું મૃત્યુ નિપજયુ હતું, અકસ્માત સર્જી ચાલક નાશી ગયો હતો જેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
મેઘપરના હેડ કોન્સ એલ.જી. જાડેજા દ્વારા ફરીયાદના આધારે ટ્રક ચાલકની અટકાયત કરવા અને મૃતકની ઓળખ મેળવવા સહિતની તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech