જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનની ત્રણ વર્ષ જુની રજૂઆતને સફળતા સાંપડી

  • July 24, 2024 11:40 AM 

ઉદ્યોગકારો દ્વારા 150 કે.વી. એલ.ટી.પી. કનેકશન માટે કરવામાં આવી હતી રજૂઆત


જામનગરમાં લઘુ ઉદ્યોગ ભારતી - સૌરાષ્ટ્ર પ્રાંત અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા છેલ્લાં તેમની રજૂઆત અંગેની 3 વર્ષની મહેનત રંગ લાવી છે.  


જામનગરમાં લઘુ ઉદ્યોગ ભારતી - સૌરાષ્ટ્ર પ્રાંત અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન (દરેડ) દ્વારા છેલ્લાં ઘણાં સમયથી 150 કે.વી. એલ.ટી.પી. કનેકશન માટે રજુઆતો કરવામાં આવતી હતી. જે હાલમાં ટેકનોલોજી અને આધુનિક યુગમાં ઝીરો ટોલરન્સ પ્રોડકશન માટે લેટેસ્ટ મશીનરી સાથે ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગ ચલાવવો હાલના સમયની માંગ છે. જેના કારણે વિજ કનેકશનમાં લોડ વધારો ફરજીયાત છે.


એમ.એસ.એમ.ઈ. એકમો 2500 ફુટ થી 5000 ફુટ સુધીની જગ્યામાં કાર્યરત હોય અને અલગથી ટી.સી. માટેની જગ્યા ન હોય એલ.ટી.પી. કનેકશન 150 કે.વી. કરવા માટે તા. 22-07-2024ને સોમવારના રોજ અખિલ ભારતીય લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રી શ્યામભાઈ સલુજા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ હંસરાજભાઈ ગજેરા, લઘુ ઉદ્યોગ ભારતી - સૌરાષ્ટ્ર પ્રાંત અને જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશનનાં પ્રમુખ દિનેશભાઈ એમ. ડાંગરીયા, લઘુ ઉદ્યોગ ભારતી-જામનગરના પ્રમુખ રાજેશભાઈ ચોવટીયા તેમજ ભરતભાઈ ડાંગરીયા તથા મંત્રી દિનેશભાઈ નારીયા દ્વારા ગુજરાત રાજયના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને રજુઆત કરતા તેમણે ઉપસ્થિત તમામ હોદેદારોની હાજરીમાં ગુજરાત ઈલેકટ્રીસીટી રેગ્યુલેટરી કમીશનના ચેરમેન અનિલ મુકીમ સાથે વાત કરી ટુંક સમયમાં 150 કે.વી. એલ.ટી.પી. કનેકશન માટેની જાહેરાત કરવાની ખાતરી આપેલ હતી.


આ માટે ગુજરાત રાજયના કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બળવંતસીંહ રાજપુતે હોદેદારોની સાથે રહી સહકાર આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News