ઓફીસની ચાવી અને હિસાબ માંગતા મામલો બિચકયો : એક પરિવારના ચાર સદસ્યો સામે ફરીયાદ
જામનગરના નદીપા વિસ્તારમાં આવેલ સીદી સમાજની ઓફીસમાં મારેલુ તાળુ તોડી નાખી તેમજ સભ્યો અને સમાજના લોકોને ધમકી દેતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે. જયાં અનમોલ પાર્કમાં રહેતા એક પરિવારના ચાર સદસ્યો સામે પોલીસ ફરીયાદ નોંધાવતા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ સેટેલાઇટ સોસાયટીમાં રહેતા ઇકબાલભાઇ પીરભાઇ કોન્ટ્રાકટર (ઉ.વ.67) નામના વૃઘ્ધે ગઇકાલે સીટી-બીમાં મોરકંડા રોડ અનમોલ પાર્ક શેરી નં. 1માં રહેતા અખ્તર ઇસ્માઇલભાઇ વાંગીડા ઉર્ફે મુનીયો બાદશાહ તથા તેની પત્ની તથા તેનો દિકરો ફરદીન અખ્તર તેમજ તેની પુત્રવધુ નમીરાબેન ફરદીન આ ચારેયની વિરુઘ્ધ બીએનએસ કલમ 324(2), 331(4), 352, 351(3), 79, 54 મુજબ ફરીયાદ કરવામાં આવી છે.
વિગત અનુસાર ફરીયાદી ઇકબાલભાઇ નવ નિયુકત સીદી સમાજના પ્રમુખ તરીકે નીમાતા આરોપી અખ્તર પાસેથી સમાજની ઓફીસની ચાવી અને હિસાબ માંગતા તેણે આપેલ નહીં આથી ફરીયાદી તથા તેમના સમાજના સભ્યોએ ગત તા. 5-11-24ના રાત્રીના દસેક વાગ્યે નદીપા વિસ્તારમાં આવેલ ઓફીસે જઇ તાળુ માર્યુ હતું.
તે તાળુ અખ્તર અને તેમના પત્નીએ તોડી નાખેલ ત્યારબાદ ફરીયાદીએ ફરીથી તેમના સમાજના આગેવાનો અને સમાજના સભ્યોને સાથે રાખીને જમાતના સિકકાથી શીલ તથા તાળા મારી દીધેલ તેમજ સમાજના લેટરપેડમાં નોટીસ મારી દીધેલ હોય જે અન્ય બે આરોપીઓએ મારેલી નોટીસ અને તાળા તોડી નુકશાન કર્યુ હતું.
તેમજ રાત્રીના ઓફીસમાં અપ્રવેશ કરી તેમજ સમાજના લોકો અને સભ્યોને તમે આ 200-200 વાળા લોકોને બોલાવી તાળા લગાવેલ છે હવે ચાવી નથી આપવી અને હવે ચાવી લેવા આવ્યા તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી સમાજની મહિલાઓને અપશબ્દો બોલી પોતાના નામની નોટીસ મારી એકબીજાને મદદગારી કરી હતી. આ ફરીયાદના આધારે પીએસઆઇ અસારી તપાસ ચલાવી રહયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech