પોલીસની હેરાનગતિથી ધંધો બંધ કરવાની ચીમકી

  • April 16, 2025 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર શહેરમાં હીરાના વેપારીઓ સામે ચિંટીંગ કરવાના મામલે વિવાદ વકર્યો છે. પોલીસે અગાઉ જઈંઝની રચના કરી છે. પણ તપાસના નામે વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ૧૫મંડ એસોસીએશને કહ્યુ હતુ કે, પોલીસ આરોપીને જ અરજદાર બનાવીને નિર્દોષ વેપારીના નિવેદનો લેવાથી લઈને હેશન કરી રહી છે. જો આમને આમ હૈરાગતિ રહે તો ભાવનગરમાં હીરાનો ધંધો અચોક્કસ મુદ્દબ માટે બંધ કરી દેવાની સાથે મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરીને રાજવકથાએ વિવાદ લઈ જવાની ચીમકી એસો.ના પ્રમુખએ ઉચ્ચારી હતી.
 હીરાના વેપારીના મુખ્ય કેન્દ્રસ્થાન ગણાતા માધવરત્ન બિલ્ડીંગ ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ, દલાલો એકઠા થયા હતા અને પોલીસની કાર્યવાહીને એક સૂરે વખોડી કાઢી હતી. ઘટના એવા પ્રકાર છે કે, ભાવનગરમાં હીરાના વેપારીઓ સાથે ચિંટીંગ થયાની જુદા જુદા સમયે પણ ઋઈંછ દાખલ થઈ છે, જેમાં બે ભાવનગરમાં, એક પાલિતાણામાં ફરીયાદ નોંધાયેલી છે, જે ફરિયાદમાં પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ ધીમી ચાલવાની સાથે વેપારીઓના નિવેદનો લેવાતા ભાવનગર ડાયમંડ એસોસીએશન મેદાનમાં આપ્યું હતું. જેથી વેપારીઓએ ઉઈંૠ કચેરીએ ઘેરાયો કરીને ન્યાય આપવાની માંગણી કરી હતી, જેના  પગલે જઈંઝ ની અચના કરાઈ હતી, તપાસ અમરેલીના ડીવાયએસપીને સોંપી હતી. પરંતુ જે કેટલાક હીરાનો માલ જપ્ત કરીને વેપારીઓ સોંપવામાં આવ્યો હતો, જેમાં હલકી ગુણવત્તાના હીરા હોવાનુ તેમજ જે માલ હતો તેની જગ્યાએ અન્ય માળે અપાયો હોવાના આક્ષેપ સાથે વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ વધ્યું હતું.  આવા સંજોગો વચ્ચે ભાવનગર પ્રયમંડ એસોસીએશનના પ્રમુખ પ્રમુખ પનશ્યામભાઈ ગૌરસિયાએ પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં ખુલ્લો આક્ષેપ કરવામાં આવો હતો કે, પોલીસ ખોટી રીતે હીરાના વેપારીઓને કનડગત કરે છે. આરોપીને અરજદાર બનાવીને નિર્દોપ વેપારીના નિવેદનો લેવામાં આવે છે. આ કનડગત બંધ કુમાર નહીં થાય તો ભાવનગરમાં હીરાનો ધંધો અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાની તાજન-ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 
વધુમાં આક્ષેપો કરતા જણાવ્યુ હતુ કે, પોલીસ વેપારીઓને ફોન કરીને ગાળો દે છે, ધમકાવે છે. રાજકીય લોકોનો હાથો બનીને તંત્ર ચાર્જ કામ કરી રહ્યું હોવાનો શંકા વ્યક્ત કરતા જણાવાયું હતુ કે, મુખ્યમંત્રીને મળવાનો અધિક સમય માંગ્યો છે. ભાવનગર પોલીસ આવી રીતે હેરાન કરવાનું ચાલુ રાખશે તો  ભાવનગર ભાંગી જશે.  અગાઉ દાયકા પૂર્વે હીરાના વેપારી ભાવનગરથી સ્થળાંતર વિભા કરી ગયા છે, એ સમયે પોલીસની હેરાનગતિ હતી, ત્યાર બાદ થોડા વર્ષોમાં પોલીસ તંત્રએ સહકાર આપ્યો હતો. ત્યારે હવે વેપારીઓને કનડગત કરવામાં આવી રહી છે. હતી. જે બંધ નહીં થાય તો ભાવનગર ભાંગી જશે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સ્થાને સમગ્ર ઘટનામાં અમદાવાદ, સુરત સહિતના ડાયમંડ એસોસીએશને પણ સમર્થન આપ્યુ હોવાનુ ભાવનગર ડાયમંડ એસો.ના પ્રમુખએ જણાવ્યું હતું.
હીરાના વેપારીઓએ અગાઉ કરેલી ફરિયાદનો કેમ ઉકેલ આવતો નથી અને એક જ કરિયાદમાં કેમ વધુ રસ લેવામાં આવી રહ્યો છે. માધવરત્ન કરવામ બિલ્ડીંગના ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં હીરાના વેપારીઓ, દયાલો એકઠા થવા હતા, જરૂરિત અને વેપારીઓ પ્રત્યે પોલીસની કનડગત બંધ નહીં કરવામાં આવે તો ધંધો સમેટી અને લેત્રાનો એકસૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application