પોલીસ ચોકી પાસે જ રીક્ષાવાળાના આડેધડ પાર્કિંગ: બસને આવાગમનમાં પડતી હાલાકી, પોલીસ ગાંધારીની ભૂમિકામાં: બકાલાવાળાના આડેધડ અડિંગાથી સર્જાતી ભારે ટ્રાફિક સમસ્યા
જામનગર શહેરમાં ટ્રાફિક સમસ્યા શીરદર્દ સમાન તે કોઇ નવી વાત નથી, જેમાં શહેરના મુખ્ય માર્ગો સહિતના ધમધમતા વિસ્તારોમાં દરરોજ આ સમસ્યાથી રાહદારીઓ, વાહનચાલકો તોબા પોકારી ઉઠયા છે ત્યારે આવી જ સમસ્યા દરરોજ શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં ભારે શીરદર્દ સમાન બની જવા પામી હોવા છતાં પણ પોલીસ વિભાગ અને મનપા દ્વારા આ સમસ્યાનું આજદિવસ સુધી કોઇ નિરાકરણ ન લાવી શકતા લોકોમાં ભારે નારાજગી ફેલાઇ જવા પામી છે.
શહેરના ધમધમતા શાકમાર્કેટ વિસ્તારમાં જુદા-જુદા વિસ્તારોમાંથી લોકો બકાલાની ખરીદી કરવા આવતા હોય છે અને દરરોજ હજારોની સંખ્યામાં લોકોનું આવાગમન રહેતું હોય છે ત્યારે આ વિસ્તારમાં સવાર થી રાત્રિ દરમિયાન મોટા પ્રમાણ ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હોય છે. ખાસ કરીને બકાલા વેચનારાઓ આડેધડ પોતાની રેંકડીઓ ખડકી દેતા હોય છે અને અમુક તો રોડ ઉપર આવી જતાં હાવાથી ટ્રાફિક સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સીટી બસ, વાહનચાલકોને નિકળવુ ભારે મુશ્કેલ બની જતું હોવા છતાં પણ આ વિસ્તારમાં તંત્ર દ્વારા કોઇ પગલા ન લેવામાં આવતા લોકોમાં ભારે રોષની લાગણી જન્મી છે.
સીટી-એ ડિવિઝન વિસ્તારમાં રીક્ષાવાળાઓ આડેધડ પાર્કિગ કરી દેતાં હોવાથી નાના વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવું ભારે મુશ્કેલ બનતું હોય છે ત્યારે રીક્ષાવાળાઓ કાયદાનું ઉલ્લંઘન કરતા હોવાથી પોલીસનો કોઇ ખોફ જ ન હેાય તેમ બિનદાસ્ત રીક્ષા પાર્ક કરી દેતા હોવાથી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છે.
મનપા દ્વારા ચોપડે કામગીરી બતાવવા અનેક શૂરાતન ચડે એટલે શાકમાર્કેટ વિસ્તારમાં રોડ ઉપર આડેધડ ઉભા રહેતા બકાલાવાળાઓ ઉપર તવાઇ બોલાવતા હોય છે. પરંતુ આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા મનપા નિષ્ફળ રહી છે.
શહેરનો ધમધમતો વિસ્તાર એટલે કે, દરબારગઢ ચોક આ વિસ્તારમાં સવારથી રાત્રિ દરમિયાન લોકોનું ભારે આવાગમન રહેતું હોય છે અને ખાસ કરીને સીટી બસ અને એસટી બસને આ વિસ્તારમાંથી પસાર થવું પડતું હોવાથી ટ્રાફિક સમસ્યાના દરરોજ દૃશ્યો સર્જાતા હોવા છતાં સીટી-એ ડિવિઝન દ્વારા ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં કોઇ પગલા ન લેવામાં આવતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતાલિબાને બિન-ઈસ્લામિક પુસ્તકો પર મૂક્યો પ્રતિબંધ, હવે સરકાર જે ઈચ્છે તે જ વાંચી શકશે લોકો
November 20, 2024 04:34 PMમારો કેસ બંધ કરો, દારૂ કૌભાંડમાં હાઈ કોર્ટ પાસે કેજરીવાલની માંગ, શું કરી દલીલ?
November 20, 2024 04:31 PMસિક્યોરિટી કાઉન્સિલમાં ઈઝરાયલ સામે 10 દેશો જોડાયા, હવે બધાની નજર અમેરિકા પર
November 20, 2024 04:24 PMઅખિલેશ યાદવે આપી ચેતવણી, ચૂંટણીમાં બેઈમાની કરનારા અધિકારીઓની થશે હકાલપટ્ટી
November 20, 2024 04:17 PMરાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ’ ની ઉજવણી
November 20, 2024 04:13 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech