દ્રારકાનો સિગ્નેચર બ્રિજ વડાપ્રધાન ૨૫મીએ ખુલ્લો મુકશે

  • February 10, 2024 01:00 PM 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૨૪ અને ૨૫ના રોજ દ્રારકાની મુલાકાતે આવી રહયા છે અને તા. ૨૫ના રોજ ઓખા ખાતેના સિેચર બ્રીજનું ઉદઘાટન કરશે તેવી વાત બહાર આવી રહી છે ત્યારે જો કે સત્તાવાર હજુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ દ્રારકાનું વહિવટી તત્રં અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી રહયું છે, ઓખા, દ્રારકા, સુરજકરાડી, બેટ, મીઠાપુરમાં લોકોને ઘેર ઘેર દિવા પ્રગટાવવા અપીલ કરવામાં આવી છે અને ઇમારતોને શણગારવા પણ નકકી કરવામાં આવ્યું છે, રાજયના ઉચ્ચ અધકારીઓ દ્રારકા આવી રહયા છે અને સંભવત વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૨૪ના રોજ રાત્રી રોકાણ દ્રારકામાં કરે તેવી પણ શકયતા છે. વડાપ્રધાન આવવાના હોય, કલેકટર જી.ટી. પંડયા અને ઉચ્ચ અધિકારીઓ સતત કામગીરી કરી રહયા છે.


છેલ્લી ઘડીએ કાર્યક્રમોમાં કોઇ ફેરફાર ન થાય તો તા. ૨૫મીના રોજ ઐતિહાસિક સિેચર બ્રીજ ખુલ્લો મુકી દેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદનું સ્વપ્ન હતું કે ઓખાના દરીયામાં સિેચર બ્રીજ બને, ત્યારે આ સ્વપ્ન હવે પુરું થશે, દ્રારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન દ્રારકાધીશના દર્શન કરશે અને રાત્રી રોકાણ પણ ત્યાં કરશેે તેવું નકકી થઇ રહયું છે, તા. ૨૫ના રોજ તેઓ સિેચર બ્રીજનું ઓપનીંગ કરશે અને દ્રારકાના એનડીએચ હાઇસ્કુલના મેદાનમાં જનસભા પણ સંબોધશે તેમ જાણવા મળેલ છે, ગઇકાલે મળેલી મીટીંગમાં કલેકટર જી.ટી. પંડયા, એસપી નિતેશકુમાર પાંડેય, એસડીએમ ભગોરા, ચિફ ઓફીસર નિશીત ઉદય, ડીવાયએસપી પરમાર, ધારાસભ્ય પબુભા માણેક ઉપરાંત હોટલ એસો. વેપારી મંડળના સભ્યો સાથે મિટીંગ કરવામાં આવી હતી.

એવી વિગતો બહાર આવી છે કે તા. ૨૪ના રોજ બેટ દ્રારકાના તમામ મંદિરો, મુખ્ય કચેરીઓ અને બજારોને પણ શણગારવામાં આવશે, ઠેર ઠેર લાઇટીંગ કરવામાં આવશે, રાજયના માર્ગ મકાન વિભાગના સચિવ તેમજ પ્રભરી સચિવ મુકેશ પંડયા પણ દ્રારકા આવી રહયા છે, શહેરમાં રખડતા પશુઓને પકડવા તેમજ વિશેષ સફાઇ ઝુંબેશ કરવા પણ નગરપાલીકા દ્રારા જાહેરાત કરી દેવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારકા આવવાના હોય ભાજપના કાર્યકરોમાં પણ ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે, કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરા, રાઘવજી પટેલ, સાંસદ પુનમબેન માડમ સહિતના અગ્રણીઓ પણ દ્રારકામાં હાજર રહેશે, હાલ તો વડાપ્રધાન તા. ૨૪ના રાત્રી રોકાણ દ્રારકામાં કરે એ રીતનો કાર્યક્રમ ઘડવામાં આવી રહયો છે. રાજકોટ રેન્જ આઇજી અશોક યાદવ, એસપી નિતેશકુમાર પાંડેય સહિતના ઉચ્ચ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાની ગોઠવણીમાં લાગી ગયા છે, વડાપ્રધાન જે રસ્તે પસાર થવાના છે અને જયાં જનસભાને સંબોધવાના છે ત્યાં મજબુત સુરક્ષા ચક્ર ગોઠવવા માટે પ્લાન તૈયાર કરવામાં આવી રહયો છે, લાંબા સમય બાદ વડાપ્રધાન દ્રારકામાં આવી રહયા હોય ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે.

દ્રારકામાં વડાપ્રધાન જનસભાને સંબોધન કરે તેવી શકયતા
તા. ૨૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારકામાં આવી રહયા છે તેવો કાર્યક્રમ ઘડાઇ રહયો છે ત્યારે દ્રારકાના એનડીએચ હાઇસ્કુલના મેદાનમાં તેઓ જનસભાને સંબોધન કરશે અને આ માટે મેદાનની આજુબાજુ પણ સુરક્ષા ચક્ર વધુ મજબુત થાય તે માટે પ્રયાસો થઇ રહયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળીયા ઠાકોરના દર્શન કરશે

વડાપ્રધાન આગામી તા. ૨૪ના રોજ રાત્રી રોકાણ દ્રારકામાં કરશે ત્યારે તેઓ જગત મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન કરી પાદુકા પુજન કરશે, વડાપ્રધાન જયારે દ્રારકા મંદિરમાં આવે ત્યારે થોડો સમય લોકો માટે મંદિરના દર્શન બધં કરી દેવામાં આવશે તેમ પણ જાણવા મળેલ છે.


 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application