રાજય સરકાર દ્વારા ૯ર કરોડથી વધુના કામોને જોબ નંબર ફાળવાયા: જીલ્લા ભાજપની ટીમની રજૂઆતને સફળતા મળી
ગુજરાતમાં ભાજપ શાષ્ાીત રાજય સરકાર દ્વારા લોકહિતના કામો માટે ક્યારેય નાણાની કમી આવવા દિધેલ નથી. જામનગર જિલ્લામાં જે જે વિસ્તારના રોડ-રસ્તાના મરામત કામો છેલ્લા ૭ વર્ષ્ાથી થયેલ ન હોય તેવા રોડ રસ્તાને રીસર્ફેસીંગ કરવા માટે જિલ્લા ભાજપના આગેવાનોએ રજૂઆત કરતાં રાજય સરકારે રૂા. ૯ર કરોડથી વધુની માતબર રકમ જામનગર જિલ્લાને ફાળવી તમામ કામોને જોબ નંબર પણ આપી દીધેલ છે.
આ કામોમાં જોડીયા તાલુકાના ભાદરા ટુ જોઈન સ્ટેટ હાઈ-વે, જામનગર તાલુકાના નારણપર નાઘુના રોડ, લવાડીયા-ઢંઢા મક્વાણા રોડ, શંકરપુર ખંભાલીડા મોટો વાસ રોડ, ચેલા ટુ જોઈન સ્ટેટ હાઈ-વે, અલિયા ચાવડા ટુ જોઈન સ્ટેટ હાઈ-વે, ધરદીપરા ખીલોસ ટુ જોઈન સ્ટેટ હાઈ-વે એમ મળી કુલ ૧ર૪પ લાખ ની રકમ મંજૂર કરેલ છે.
કાલાવડ તાલુકાના ફગાસ-ભંગડા રોડ, મોટા ભાડુકીયા ટુ જોઈન સ્ટેટ હાઈ-વે, પ્રગટેશ્ર્વર થી જોઈન્ટ સ્ટેટ હાઈ-વે, બાંગા સરાપાદર રોડ, મંગલપુરથી સ્ટેટ હાઈ-વે, નાની વાવડી-દુધાળા (લક્ષ્મીપુર) ગોલણીયા રોડ, રવસીયા હંસ્થળ-રામપર રોડ, મોટા વાગુદડ, સગાડીયા ધરમપુર, મોડપર રોડ, ધુન ધોરાજીથી સ્ટેટ હાઈ-વે, ખીમાણી સણોસરાથી મોટા ભાડુકીયા રોડ ઉપરાંત ધ્રોલ તાલુકાના લૈયારા-જાબીડા-સણોસરા રોડ, માણેકપર-હાડાટોડા રોડ, હજામચોરાથી સ્ટેટ હાઈ-વે, ધ્રોલ-ખારવા રોડ, ખીજડીયાથી એમ.ડી.આર. રોડ સહિત જોડીયા તાલુકાના કેશીયાથી જોઈન્ટ સ્ટેટ હાઈ-વે, આંબાલા-માવનુગામ, કોઠારીયાથી સ્ટેટ હાઈ-વે, રવસીયા હંસ્થળ-રામપર રોડ, બોડકા-પડાણા રોડના કુલ મળીને ા. ૪ કરોડની રકમ ફાળવવામાં આવી છે.
લાલપુર તાલુકાના નાંદુરી રીંજપર રોડ, મીઠોઈથી સ્ટેટ હાઈ-વે, કબારીકા ભોરીયા તરથી કરશનપરથી સ્ટેટ હાઈ-વે, ખીરસરાથી જોઈન્ટ સ્ટેટ હાઈ-વે, માનપર બોડકી રોડ, પડાણા રંગપર રોડ, માધુપુરથી સ્ટેટ હાઈ-વે, ધરમપુરથી સ્ટેટ હાઈ-વે, ખાયડી એપ્રોચ રોડ, નવાપરા ટુ જોઈન રાસંગપર એપ્રોચ રોડ, બબરઝર ટુ સ્ટેટ હાઈ-વે ઉપરાંત જામજોધપુર તાલુકાના ઉદેપુર સતાપર રોડ, ખડબા ઈશ્ર્વરીયા રોડ, વસંતપુર ખડબા જંકશન ટુ જામવાડી રોડ, વસંતપુર-ખડબા જંકશન, બમથીયા ગઢડકા નંદાણા રોડ, ઘેલડા-ઘુનડા, સણોસરા, સણોસરી રોડ, ભડાનેશ મહીકી રોડ ઉપરાંત ભાણવડ તાલુકાના અમુક વિસ્તારના કામો મળી કુલ ા. ૩ કરોડ ૯૮ લાખની રકમ ફાળવાઈ છે.
અત્રે નોંધનીય છે કે, આ કામોમાં ડામર કામ, નાળા કામ, જરૂરી મેટલીંગ, સી.સી. રોડ, રોડ ફર્નીશીંગના કામો હાથ ધરવામાં આવનાર છે. દરેક કામો માટે માંગણી મુજબની રકમ મંજૂર કરવામાં આવી છે.
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, કેબીનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખ મયબેન ગરચર, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષ્ોક પટવા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, ડો. પી.બી. વસોયા, સુર્યકાંતભાઈ મઢવી, પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, વલ્લભભાઈ ધારવીયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, ઝોન ઈન્ચાર્જ ડો. વિનોદ ભંડેરી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કે. બી. ગાગીયા, વર્તમાન ચેરમેન પ્રવિણાબેન ચભાડીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજય સરકાર તેમજ પ્રદેશ નેતૃત્વનો આભાર માનેલ હોવાનું મીડીયા સેલ ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMરાજકોટના સદર બજાર પાસે આવેલ હરિહર ચોક ખાતે સર્જાયો ત્રિપલ અકસ્માત સદનસીબે કોઈ જાનહાની નહીં
November 17, 2024 02:01 PMબગસરા પાસે હડાળા નજીક પીપળીયા ગામ પાસે અકસ્માત,પાંચની હાલત ગંભીર
November 17, 2024 01:59 PMરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech