જામનગરમાં પંજાબ નેશનલ બેંકની શાખામાં ચોરીનો પ્રયાસ

  • January 17, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મિસ્ત્રી રોડ પર બેંકના શટરના તાળા તુટયા : સીસી કેમેરા ચેક કરતી પોલીસ
જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલ પંજાબ નેશનલ બેંકની શાખાના તાળા તોડી અજાણ્યા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે બનાવની જાણ થતા પોલીસ ટુકડી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
શહેરના હિરજી મિસ્ત્રી રોડ પર આવેલ પંજાબ નેશનલ બેંક શાખામાં ગત તા. ૧૨ થી ૧૫ના સમયગાળા દરમ્યાન કોઇ અજાણ્યા શખ્સોએ શટરના તાળા તોડી બેંકમાં પ્રવેશ કર્યો હતો અને સ્ટ્રોંગરુમની દિવાલ તોડવાનો પ્રયત્ન કરીને ચોરીનો પ્રયાસ કર્યો હતો.
આ અંગેની જાણ થતા ખોડીયાર કોલોનીમાં રહેતા બેંકના અધીકારી કુમારી નીતુ સીતારામ સાહા દ્વારા ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી, દરમ્યાનમાં સીટી-સી પોલીસ દ્વારા સ્થળ પર દોડી જઇ તપાસ હાથ ધરી હતી અને સીસી કેમેરા ચકાસવામાં આવી રહયા છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે બેંકમાં ચોરીનો પ્રયાસ થયાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
***
જોગવડની ગુજરી બજારમાંથી પરપ્રાંતિય શ્રમિક યુવાનનો મોબાઇલ ફોન ચોરાયો

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામ પાસે ભરાતી ગુજરી બજારમાં ખરીદી કરવા માટે ગયેલા એક યુવાનના ખીસ્સામાંથી મોબાઇલ ફોનની કોઈ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણામાં ભાડે મકાન રાખીને રહેતો અને એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતો પ્રેમકુમાર રામદેવકુમાર નામનો પરપ્રાંતીય યુવાન રવિવારે જોગવડ નજીક ભરાતી ગુજરી બજારમાં ખરીદી કરવા માટે ગયો હતો, જે દરમિયાન ભીડનો લાભ લઇ કોઈ તસકરે તેના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરી કરી લીધી હોવાથી તેણે મેઘપર પોલીસમાં સંપર્ક સાધ્યો હતો, અને અજાણ્યા તસ્કર સામે ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application