મહત્તમ તાપમાન ૩૭.૫: નગરજનોમાં હાશકારો
જામનગર સહિત સોરાષ્ટ્રભરમાં સૂર્યદેવ આકરા પાણીએ છે, કમોસમી વરસાદ અને આકરાં તાપ વચ્ચે ખેડૂતો અને લોકો પીસાઈ રહ્યા છે,ત્યારે જામનગરમાં ગઈકાલે ૪૦ ડીગ્રી નજીક પહોચેલો પારો સડસડાટ બે ડીગ્રી ઘટતાં લોકોમાં હાશકારાની લાગણી અનુભવી છે.
જામનગર કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર આજે નોંધાયેલ તાપમાનમાં મહતમ તાપમાન ૩૭.૫ લઘુત્તમ તાપમાન ૨૭.૫ હવામાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહેવા પામ્યું છે.પવનની ગતિ ૬૫ થી ૭૦ કીમીની નોંધાઈ છે.
ગઈકાલે કંટ્રોલ રૂમ માં નોંધાયેલ તાપમાનમાં મહત્તમ તાપમાન ૩૯.૮, લઘુત્તમ તાપમાન ૨૯ જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા થવા પામ્યું હતું.પવનની ગતિમાં આજે વધારો થવા પામ્યો છે પવનની ગતિ ૬૫-૭૦થી વધુ કીમીની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે કાગળ કચરા આકાશમાં ઉડતા દેખાયા હતા,વાહન ચાલકો ને પણ વાહન ચલાવવામાં મુશ્કેલી અનુભવાઈ રહી હતી.
વૈશાખ માસમાં કાળઝાળ ગરમી અને કમોસમી વરસાદના કારણે લૂ લાગવી,તાવ,શરદી, માથું દુખવું વગેરે કેસોનો વધારો ગ્રામ્યકક્ષાએ તેમજ શહેરમાં વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે તંત્ર દ્વારા પણ લોકો ખાસ કરીને બપોરના સમયે જરૂરી ના હોય તો બહાર ન જવાની અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં કુંવરબાઈ જૈન ધર્મશાળા ખાતે પા પા પગલી કાર્યક્રમ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું
November 20, 2024 01:08 PMજામનગરની દરેડ ૧૦૮ ની ટીમની પ્રમાણિકતા
November 20, 2024 01:02 PMબંધ કારખાનાના માલીકના નામે જી.એસ.ટી. કૌભાંડ કરનાર મેતાજીને જામીન મુકત કરતી અદાલત
November 20, 2024 01:00 PMએસ.ટી. કંડક્ટર અને ડ્રાઈવરની સુંદર કામગીરી
November 20, 2024 12:57 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech