પવનની ગતિમાં તિવ્ર વધારો: મિશ્ર વાતાવરણ યથાવત
જામનગર શહેર તથા જિલ્લામાં ઠંડી-ગરમી વચ્ચે સંતાકુકડી ચાલી રહી હોય એવો અહેસાસ થઇ રહ્યો છે, સવારે ઠંડી ચડઉતર થાય છે, જયારે બપોરે ગરમી પણ ચડઉતર થઇ રહી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 19 ડીગ્રી, મહત્તમ તાપમાન 32 ડીગ્રી રહ્યું હતું, હવામાં ભેજ 91 ટકા અને પવનની ગતિ 60 થી 70 કિ.મી. પ્રતિકલાક રહી હતી.
હાલારના જનજીવન ઉપર ઠંડીની ભારે અસર થઇ છે. આગામી દિવસોમાં હજુ કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવશે તેવી હવામાન ખાતાની આગાહી આવી છે ત્યારે લોકોમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો છે. લોકોએ એસી, પંખા બંધ કરી દીધા છે અને ઘરમાં પણ તાપણાનો સહારો લીધો છે ત્યારે સતત ત્રણ અઠવાડીયાથી જામનગર સહિત સમગ્ર હાલારમાં ટાઢોડુ યથાવત રહ્યું છે. જેના લીધો જીરાના પાકમાં આગામી દિવસોમાં સારો ફાયદો થશે તેમ ખેતીવાડી નિષ્ણાંતોનું કહેવું છે. જો કે આજે ઠંડીનું પ્રમાણ ગઇકાલ કરતા વઘ્યું છે અને આગામી દિવસોમાં વધુ ઠંડી પડે તેવી શકયતા છે. જો કે હવામાં ભેજ 91 ટકા રહ્યો હતો.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે, જો કે શિયાળુ પાક માટે જોઇએ તેવી ઠંડી પડી નથી, શિયાળુ પાકમાં ચણા, ઘઉં, મગ, મગફળી સહિતના પાકોને હજુ ઠંડી રહે તો થોડોઘણો ફાયદો થાય તેવી શકયતા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસમસ્યાઓના ઉકેલ માટે આમિર દીકરી ઈરા સાથે જોઈન્ટ થેરાપીના શરણે
November 18, 2024 12:16 PMરાહુલ ગાંધીએ તિજોરીમાંથી કાઢી આ વસ્તુઓ, ભાજપનો ‘એક હૈ તો સેફ હૈ’નો અર્થ સમજાવ્યો
November 18, 2024 12:10 PMપાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓના મોત પર પવન કલ્યાણએ શું કહ્યું? નિવેદન થયું વાયરલ
November 18, 2024 12:09 PMCopyright © 2021-2022 Aajkaal Daily
Developed by Rhythm Infotech